Priyanka Gandhi Net Worth : કેટલી સંપતિની માલકિન છે પ્રિયંકા ગાંધી? રહે છે 5 કરોડના બંગલામાં

Priyanka Gandhi Property : કોંગ્રેસ મહા સચિવ અને વાયનાડ લોકસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી પત્ર દાખલ કર્યુ છે. આ સાથે તેમણે તેમની સંપતિની વિગતો પણ ચૂંટણી પંચને આપી છે.

પ્રિંયકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની ઝલક દેખાય છે. આ જ કારણ છે કે તેમને ઘણા લોકો ઈન્દિરા ગાંધીની જેમ કોંગ્રેસની કમાન સંભાળવા માટે વિનંતી કરી રહ્યાં છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને પતિ રોબર્ટ વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાયનાડ પેટાચૂંટણી 2024 માટે પાર્ટીના ઉમેદવારી પત્ર ભરવા પહોંચી હતી. વાયનાથ બેઠક સાંસદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે.

જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે છેલ્લા 35 વર્ષથી અલગ-અલગ જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે હું વાયનાડના લોકોનું સમર્થન માંગી રહી છું. મને વાયનાડથી ઉમેદવાર બનવાનો વિશેષાધિકાર આપવા બદલ હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીની ખૂબ ખૂબ આભારી છું.

વાયનાડ પેટાચૂંટણીમાં બીજેપીએ પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધીના નામાંકન પર નવ્યાએ કહ્યું કે પ્રિયંકા વાયનાડના લોકો વચ્ચે માત્ર સાત દિવસ રહેશે, જ્યારે તે પોતે અહીં પાંચ વર્ષ રહેશે.

પ્રિયંકા ગાંધીની સંપત્તિ

  • પ્રિયંકા ગાંધી પાસે 4 કરોડ 24 લાખ 78 હજાર 689.66 રૂપિયાની સંપતિ છે. તેના પતિ રોબર્ટ વાડ્રા પાસે 37 કરોડ 91 લાખ 47 હજાર 432 રૂપિયાની સંપતિ છે.
  • વાયનાડ પેટાચૂંટણી 2024ની એફિડેવિટ મુજબ પ્રિયંકા ગાંધીની ઉંમર 52 વર્ષ છે. પ્રિયંકા ગાંધીનું સરનામું નંબર 80, બ્લોક જી, સુજન પાર્ક, નવી દિલ્હી છે.
  • પ્રિયંકા ગાંધી પાસે રોકડ, બેંક ડિપોઝીટ અને કાર છે. હાથમાં રોકડ 52 હજાર રૂપિયા છે. 2 લાખ 80 હજાર 953 રૂપિયા HDFC બેંક દિલ્હીમાં જમા છે, 80 હજાર 399 રૂપિયા યુકો બેંક દિલ્હી શાખામાં અને 5 હજાર 929 રૂપિયા કેનરા બેંક કેરળમાં જમા છે.
  • પ્રિયંકા ગાંધીએ મ્યુચ્યુઅલ ફંડમાં 2 કરોડ 24 લાખ, 93 હજાર 988 રૂપિયાનું રોકાણ કર્યું છે. SBI PPF એકાઉન્ટ નવી દિલ્હીમાં 17 લાખ 38 હજાર 265 રૂપિયા જમા છે.
  • પ્રિયંકા ગાંધીને 2004માં તેમના પતિ તરફથી 8 લાખની કિંમતની હોન્ડા CRV કાર ભેટમાં મળી હતી. પ્રિયંકા પાસે 1 કરોડ 15 લાખ 79 હજાર 65 રૂપિયાનું સોનું અને 29 લાખ 55 હજાર 581 રૂપિયાની ચાંદી છે.
  • પ્રિયંકા ગાંધી પાસે 2 કરોડ 10 લાખ 13 હજાર 598 રૂપિયાની ખેતીની જમીન છે, જે દિલ્હી નજીક સુલતાનપુર મહેરૌલી ગામમાં છે. આમાં ભાઈ રાહુલ ગાંધીનો પણ ભાગ છે.
  • પ્રિયંકા ગાંધીની હિમાચલ પ્રદેશના શિમલામાં 5 કરોડ 63 લાખ 99 હજાર રૂપિયાની રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X