For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધી લખનવમાં બધા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે, સ્ટીમરથી વારાણસી જશે

કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત ઉત્તરપ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત ઉત્તરપ્રદેશના પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહી છે. આજે તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા માટે લખનવ પહોંચ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા પછી પ્રિયંકા ગાંધી ત્રણ દિવસ સુધી ગંગા યાત્રા કરશે. આ દરમિયાન તેઓ સ્ટીમરથી પ્રયાગરાજથી વારાણસીના અસ્સી ઘાટ સુધી જશે. આ ગંગા યાત્રા 18 માર્ચથી શરુ થશે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

Priyanka Gandhi

અધિકારીક રૂપે રાજનીતિમાં આવ્યા પછી પ્રિયંકા ગાંધી સતત પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. પ્રિયંકા ગાંધી આજે સાંજે સાત વાગ્યા સુધીમાં પાર્ટીના બધા જ પદાધિકારી અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ત્યારપછી તેઓ પૂર્વાંચલ જશે ત્રણ દિવસ સુધી તેઓ ત્યાં રેલીઓ અને જનસભાઓ સંબોધિત કરશે. બીજા ચરણમાં પ્રિયંકા ગાંધી સ્ટીમરથી યુપીના બલિયાથી બિહારના છાપરા સુધી જશે. પ્રિયંકા ગાંધીના પ્રયાગરાજથી વારાણસી સુધીના પ્રવાસને પ્રશાશને પરમિશન આપી દીધી છે. પ્રિયંકા ગાંધી મિર્ઝાપુર પહોંચીને માં વિન્ધ્યાવાસી અને ચંદ્રિકા દેવીના દર્શન કરશે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને ભાજપે પૂછ્યા 6 તીખા સવાલ, કહ્યુ શું આ જ છે દેશભક્તિ?

વારાણસીમાં પ્રિયંકા ગાંધી ગંગા પાર રામનગરમાં માલહડો સાથે વાતચીત કરશે. ત્યારપછી તેઓ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના આવાસ સ્થાને પણ જશે. પ્રિયંકા ગાંધી અસ્સી ઘાટ પર બધા જ સ્થાનીય લોકો સાથે મુલાકાત કરશે અને કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવના દર્શન પણ કરશે. આ બધા જ કાર્યક્રમો પછી પ્રિયંકા ગાંધી કાશી પ્રવાસમાં જૈન સમુદાયો ઘ્વારા આયોજિત હોળી મિલન સમારોહમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની પહેલી ચૂંટણી રેલીઃ જાગૃત બનો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથી

English summary
Priyanka Gandhi reaches to Lucknow to hold meet with party workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X