બ્રિજભુષણ મુદ્દે પ્રિયંકા ગાંધીના નરેન્દ્ર મોદીને તીખા સવાલ, કહ્યું- આટલા આરોપો બાદ પણ ધરપકડ કેમ નહીં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની તાનાશાહીને કારણે દેશને ગૌરવ અપાવનારા મેડલ વિજેતા પહેલવાનોને ન્યાય માટે ભટકવુ પડી રહ્યું છે. લોકશાહીને મજાક બનાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે એક શબ્દ નથી કહ્યો ત્યારે હવે પ્રિયંકા ગાંધીએ આકરા પ્રકાર કર્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનની તાનાશાહી અને કેન્દ્રના મૌન પર આકરા પ્રહારો કરતા ઘણા સવાલો પુછ્યા. પ્રિયંકા ગાંધીએ બ્રિજભુષણ વિરૂદ્ધ નોંધાયેલા આરોપોનો હવાલો આપતા એક રિપોર્ટ શેર કર્યો અને લખ્યુ, નરેન્દ્ર મોદીજી, આ ગંભીર કલમો વાંચો અને દેશને જણાવોે કે કાર્યવાહી કેમ નથી થઈ?

મહિલા પહેલવાનો સાથે થયેલી કેન્દ્રની દાદાગીરી સામે મહિલાઓમાં ગુસ્સો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પક્ષના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ગંભીર સવાલ ઉઠાવ્યા. પ્રિયંકા ચતુર્વેદીએ સવાલો કરતા કહ્યું કે, દેશના વડાપ્રધાન આ માણસની રક્ષા કરી રહ્યા છે. દેશની મહિલા અને બાળકલ્યાણ મંત્રી ખામોશ છે. દેશની રમતમંત્રી આ માણસ માટે આંકો બંધ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય શોષણના આરોપ છે અને દેશના જાણીતા રેસલરો ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે.
બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલી બે એફઆઈઆરમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ બે એફઆઈઆરમાં રેસલરોએ ફરિયાદ નોંધાવી છે. પહેલી એફઆઈઆર સગીરના યૌન શોષણના કેસમાં થઈ છે, જેમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અન્ય એક એફઆઈઆરમાં કલમ 354, 354A, 354D અને 34 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં સેક્રેટરી વિનોદ તોમર પણ સામેલ છે. આ એફઆઈઆરમાં છેડતીના 10 આરોપ લગાવાયા છે.












Click it and Unblock the Notifications
