પ્રિયંકા ગાંધી: આ સમગ્ર મામલે મારે મારા પતિ સાથે કોઇ સંબંધ નથી!

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિઝનેસમેન રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે તેમણે ગેરકાનૂની રીતે 50.5 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર દ્વારા 2015માં બેસાડવામાં આવેલા આયોગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ મામલે પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે તેમના પતિ વિરુદ્ધ રાજકીય કાવતરું કરવામાં આવ્યું છે. અને કે સંદિગ્ધ દસ્તાવેજ પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તેવું તેમને જણાવ્યું.

priyanka gandhi

પ્રિયંકાનું કહેવું છે કે હરિયાણાની જમીનના તમામ રૂપિયા તેણે પોતે ભર્યા છે. તે પૈસા અને પતિ રોબર્ટ વાડ્રાની કે તેની કોઇ કંપની સાથે કોઇ સંબંધ નથી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે રોબર્ટ વાડ્રાને ડીએલએફથી જે પૈસા મળ્યા તેનો એક ભાગથી તેમની પત્નીએ હરિયાણાના ફરિદાબાદમાં પ્રોપર્ટી ખરીદી છે. પ્રિયંકાએ આ મામલે સ્પષ્ટતા આપી છે કે આ જમીન ખરીદવા માટે પ્રિયંકાએ તેની દાદી ઇન્દિરા ગાંધીની પ્રોપર્ટીમાંથી આવેલા પૈસાનો ઉપયોગ કર્યો છે. વધુમાં પ્રિયંકા કહ્યું કે તેણે 4 ટકાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે.

પ્રિયંકા પર આરોપ છે કે 28 એપ્રિલ 2006ના રોજ પ્રિયંકા ગાંધીએ 5 એકર જમીન હરિયાણાના ફરિદાબાદ જિલ્લાના અમિપુર ગામમાં ખરીદી હતી. તે માટે તેમણે 3 લાખ રૂપિયા પ્રતિ એકર હિસાબે 15 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ જમીનમાં તેમના પતિ પૈસા લાગ્યા હોવાનો આરોપ છે.

English summary
Priyanka Gandhi Says No link with husband Robert Vadra Finances.
Please Wait while comments are loading...