priyanka gandhi speech : આ સંઘનું વિધાન નથી, સંવિધાન છે, સંસદ પહોંચતા જ ફાયર મોડમાં પ્રિયંકા ગાંધી
Priyanka gandhi speech : કોંગ્રેસ મહાસચિલ અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં પહોંચતા જ નરેન્દ્ર મોદી સરકારની બંધારણ વિરોધી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.
પ્રિયંકા ગાંધીએ સંસદમાં ફરીથી બંધારણનો મુદ્દો ઉઠાવ્યો. આ સિવાય સંભલ અને મણિપુર હિંસાને લઈને નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભલ અને મણિપુરમાં હિંસાની ઘટનાઓથી પ્રભાવિત નથી અને તે સમજી શક્યા નથી કે બંધારણ કોઈ સંઘનું નિયમ પુસ્તિકા નથી.
સરકારની બંધારણ વિરોધી નીતિઓ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બંધારણ ન્યાય, એકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણાત્મક કવચ છે, પરંતુ ભાજપના નેતૃત્વવાળી સરકારે છેલ્લા 10 વર્ષમાં તેને તોડવાના તમામ પ્રયાસો કર્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેને ભારતના બંધારણમાંથી બદલીને સંઘનું વિધાન નથી કરાયુ. પ્રિયંકાએ ખાનગીકરણ તરફના સરકારના અભિગમની ટીકા કરી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે શું વર્તમાન સરકાર વર્તમાન બંધારણ વિના સફળ થઈ શકી હોત?
પ્રિયંકાએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, જ્યારે આવા ડેટાની વિનંતી કરવામાં આવી ત્યારે તે બિનમહત્વપૂર્ણ હોય તેમ કાઢી નાખવામાં આવી.
સરકારી પ્રાથમિકતાઓમાં વિસંગતતા દર્શાવતા, તેમણે કહ્યું કે, જ્યારે અમે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમારું મંગલસૂત્ર ચોરાઈ ગયું છે.
પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર વિભાજનકારી રાજનીતિનો આરોપ લગાવ્યો અને આ અભિગમથી સમગ્ર ભારતમાં વિવિધ સમુદાયો વચ્ચે તણાવ વધ્યો હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે, રાજકીય લાભ કરતાં એકતાને પ્રાથમિકતા આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
