For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પ્રિયંકા ગાંધીએ વીડિયો શેર કરીને પૂછ્યુ, પીએમ ચોકીદાર છે કે શહેનશાહ?

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરો પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો છે. મંગળવારે સ્વચ્છ પેયજળ વિશે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો. તેમણે લોકોને પૂછ્યુ કે પ્રધાનમંત્રી ચોકીદાર છે કે પછી શહેનશાહ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે બુંદેલખંડ વિસ્તાર દુષ્કાળની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે પીએમના સ્વાગત માટે પીવાનું પાણી રસ્તા પર વેડફવામાં આવી રહ્યુ છે, તમે લોકો જણાવો કે પ્રધાનમંત્રી ચોકીદાર છે કે શહેનશાહ છે.

priyanka Gandhi

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે યુપીના બાંદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પ્રિયંકા ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં ટેન્કરથી પાણી વેડફાતુ જોઈ શકાય છે. તેમણે લખ્યુ છે કે જ્યારે આખો બુંદેલખંડ દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો છે. પુરુષો, મહિલા, બાળકો, જાનવાર દરેક પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પરંતુ બાંદાના રસ્તાઓ પર પીએમના સ્વાગત માટે પાણીની ટેન્કર વેડફવામાં આવી રહી છે. તે ચોકીદાર છે કે દિલ્લીથી આવી રહેલા કોઈ શહેનશાહ.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ એકલી જ ચૂંટણી મેદાનમાં છે જ્યારે સપા, બસપા અને આરએલડી ગઠબંધનમાં એકસાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અહીં સતત ભાજપ અને નરેન્દ્ર મોદી પર હુમલાખોર છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતે ભાજપ પર હુમલો કરવાની કમાન સંભાળી છે. જોવાની વાત એ છે કે લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા ખતમ થઈ ચૂક્યા છે. જ્યારે ચૂંટણીના પરિણામો 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Video: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ, આજે પ્રસારણઆ પણ વાંચોઃ Video: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ, આજે પ્રસારણ

English summary
Priyanka Gandhi takes on PM Narendra Modi asks is he chowkidar' or shehenshah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X