પ્રિયંકા ગાંધી દેશભરમાં 100 રેલીઓ કરશે

લોકસભા ચૂંટણી માટે દેશભરમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી સહીત ઘણા નેતાઓ આખા દેશમાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી માટે દેશભરમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી સહીત ઘણા નેતાઓ આખા દેશમાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરી રહ્યા છે. કોંગ્રેસે હવે પ્રિયંકા ગાંધી માટે પણ એક નવો પ્લાન તૈયાર કર્યો છે. પ્રિયંકા ગાંધી હવે ઉત્તરપ્રદેશ બહાર પણ પાર્ટી માટે પ્રચાર કરશે. તેઓ આખા દેશમાં લગભગ 100 જેટલી રેલીઓ સંબોધિત કરી શકે છે, જેમાં ઉત્તરપ્રદેશ પણ શામિલ છે. કોંગ્રેસના કેટલાક સૂત્રો ઘ્વારા આ જાણકારી મળી આવી છે.

આ પણ વાંચો: પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

પ્રિયંકા ગાંધી આખા દેશમાં રેલીઓ કરશે

પ્રિયંકા ગાંધી આખા દેશમાં રેલીઓ કરશે

ઇંગલિશ પેપર ઇકોનોમિક્સ ટાઈમ્સ અનુસાર કોંગ્રેસના લોકોએ જણાવ્યું કે પાર્ટી તે લોકસભા સીટોની લિસ્ટ તૈયાર કરી રહી છે, જ્યાં લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી રેલીઓ કરશે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે જમીની રિપોર્ટના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ તે સીટ હશે જ્યાં કોંગ્રેસ ઉમેદવારને સહારાની જરૂર પડશે. પાર્ટીનો પ્લાન છે કે પ્રિયંકા ગાંધીની ઉત્તરપ્રદેશ સહીત દેશભરમાં 100 જેટલી રેલીઓ કરાવવામાં આવે.

પ્રિયંકા ગાંધી પહેલીવાર યુપીની બહાર પ્રચાર કરશે

પ્રિયંકા ગાંધી પહેલીવાર યુપીની બહાર પ્રચાર કરશે

પ્રિયંકા ગાંધીએ હજુ સુધી ઉત્તરપ્રદેશમાં જ પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. સક્રિય રાજનીતિમાં એન્ટ્રી લીધા પછી તેમને પૂર્વ યુપીમાં ઘણો પ્રચાર કર્યો. આ દરમિયાન તેમને બોટ યાત્રા અને રોડ શૉ ઘ્વારા લોકોની મુલાકાત પણ લીધી. 4 એપ્રિલે તેઓ પોતાના ભાઈ રાહુલ ગાંધીના નોમિનેશન માટે વાયનાડ પણ ગયા હતા, જ્યાં તેમને રોડ શૉમાં પણ ભાગ લીધો.

પ્રિયંકા ગાંધી આ રાજ્યોમાં રેલીઓ કરી શકે છે

પ્રિયંકા ગાંધી આ રાજ્યોમાં રેલીઓ કરી શકે છે

કોંગ્રેસના નેતાઓ અનુસાર પ્રિયંકા ગાંધી યુપીની બહાર કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રેલીઓ કરી શકે છે. અહીં તેઓ રાહુલ ગાંધી સાથે કેટલીક સંયુક્ત રેલીઓ પણ કરી શકે છે. વોટરોને આકર્ષિત કરવા માટે તેમની રેલીઓની માંગ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીની રેલીઓને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે, તેને જોતા કાર્યકર્તાઓ તેમની રેલીઓની માંગ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી માટે દરેક જગ્યાએ જવું સંભવ નથી, એટલા માટે તે સીટોની પસંદગી કરવામાં આવી રહી છે જ્યાં તેમની યાત્રાથી પરિણામ તેમના પક્ષમાં આવવાની આશા હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X