પ્રિયંકા ગાંધીએ PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, કહ્યુ - છેલ્લી વાર પિતાને જોવા માંગે છે દીકરી, શું છે મામલો?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજસ્થાનના એક આદિવાસી વ્યક્તિના પાર્થિવ શરીરને સ્વદેશ લાવવા માટે અનુરોધ કર્યો છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજસ્થાનના એક આદિવાસી વ્યક્તિના પાર્થિવ શરીરને સ્વદેશ લાવવા માટે અનુરોધ કર્યો છે. આ વ્યક્તિનુ ગયા વર્ષે રશિયામાં મૃત્યુ થઈ ગયુ હતુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે દીકરી પોતાના પિતાને છેલ્લી વાર જોવા માંગે છે. કોંગ્રેસ મહાસચિવે પ્રધાનમંત્રીને 27 જાન્યુઆરીએ લખેલા પોતાના પત્રની એક નકલ ટ્વિટર પર પણ શેર કરી છે. તેમણે રાજસ્થાનના ઉદયપુર જિલ્લા સ્થિત ગોદવા ગામના રહેવાસી વ્યક્તિ, હિતેન્દ્ર ગરાસિયાનો દીકરી સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.

પ્રિયંકા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યુ કે ગરાસિયા પરિવારના સભ્ય તેમના પાર્થિવ શરીરને ભારત લાવવાની માંગ કરી રહ્યા છે જેથી તેમના સમ્માનજનક અંતિમ સંસ્કાર કરી શકાય. તેમણે કહ્યુ કે 17 જુલાઈ, 2021ના રોજ રશિયામાં તેમનુ મોત થઈ ગયુ હતુ. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, 'દિવંગત હિતેન્દ્ર ગરાસિયાની દીકરીએ ઘણી હિંમત કરીને આ બાબતે તમારા(પ્રધાનમંત્રી) કાર્યાલયને પણ વિનંતી કરી. તે છેલ્લી વાર પોતાના પિતાને જોવા માંગે છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થતી દેખાઈ નથી.' પ્રિયંકાએ પીએમ નોદીને આ મુદ્દે સંજ્ઞાન લેવા માટે અનુરોધ કર્યો છે.
ગરાસિયાની પત્ની આશા દેવી, દીકરી ઉર્વશી અને દીકરા પિયુષે બુંદીના કોંગ્રેસ નેતા ચર્મેશ શર્મા સાથે આ સપ્તાહની શરુઆતમાં દિલ્લીમાં પ્રિયંકા ગાંધીના કાર્યાલયમાં તેમની મુલાકાત કરી હતી. શર્માના જણાવ્યા મુજબ પ્રિયંકાએ ગરાસિયા પરિવારને આશ્વાસન આપ્યુ કે તે ભવિષ્યમાં તેમનુ ધ્યાન રાખશે. કોંગ્રેસ સચિવ અને રાજસ્થાનના જહાજપુરથી પૂર્વ ધારાસભ્ય ધીરજ ગુર્જર પણ આ મુલાકાત દરમિયાન હાજર હતા.
ઉલ્લેખનીય છે કે ગરાસિયા એક વર્ષના વર્ક વિઝા પર ગયા વર્ષે એપ્રિલમાં રશિયા ગયા હતા પરંતુ મૉસ્કોના એક પાર્કમાં કથિત રીતે મૃત મળી આવ્યા હતા. મૉસ્કો પોલિસે આને દૂર્ઘટનાથી થયેલ મોત ગણાવીને કેસ બંધ કરી દીધો હતો અને બાદમાં શબને મૉસ્કોમાં દફન કરી દેવામાં આવ્યુ. ગરાસિયા પરિવારને સ્થાનિક પોલિસ પાસેથી ગયા વર્ષે 28 ઓગસ્ટના રોજ તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા. ત્યારથી તેમનો પરિવાર પાર્થિવ શરીરને પાછુ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. પરિવારે ગયા વર્ષ ડિસેમ્બરમાં રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો.
मैंने प्रधानमंत्री जी को पत्र लिखकर संवेदनशीलता के साथ इस परिवार की मांग सुनने का निवेदन किया है। 2/2 pic.twitter.com/pmjXiKeBQf
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 28, 2022












Click it and Unblock the Notifications
