For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મફત ભેટનું વચન ન આપે રાજકીય પક્ષો: સુપ્રિમ કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme-court-of-india
નવી દિલ્હી, સુપ્રિમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન જનતાને ટેલીવિઝન કે લેપટોપ સહિત અન્ય મફત ભેટ આપવાનું વચન આપવું ન જોઇએ. કોર્ટે ચૂંટણી પંચને રાજકીય પક્ષોને આવું કરતાં અટકવવા માટે દિશા-નિર્દેશ નક્કી કરવા માટે કહ્યું છે.

ન્યાયમૂર્તિ પી સતશિવમની અધ્યક્ષતાવાળી સવોચ્ચ કોર્ટની પીઠે કહ્યું હતું કે આ પ્રકારના દિશા-નિર્દેશ ચૂંટણી દરમિયાન નિષ્પક્ષતા ટકાવી રાખવા માટે જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઘોષણા-પત્રમાં જનતાને મફત ભેટ આપવાના વચનથી લોકોને પ્રભાવિત કરી શકે છે, અને તેનાથી નિષ્પક્ષ ચૂંટણી બાધિત થઇ શકે છે.

કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા જનતાને ટેલીવિઝન તથા લેપટોપ સહિત અન્ય ભેટોનું વચન પ્રતિનિધિ એક્ટની કલમ 123 અંતર્ગત એક ભ્રષ્ટ પરંપરા છે. કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય એક અરજીને નકારી કાઢતાં સંભળાવ્યો હતો. અરજીમાં તમિલનાડુની રાજકીય પાર્ટી દ્વારા મફતમાં જનતાને ટેલીવિઝન આપવાના વચનને ભ્રષ્ટ પરંપરા જાહેરાત કરવાનો અનુરોધ કર્યો હતો.

English summary
The Supreme Court on Friday ruled that promises made by political parties in their manifestoes to give freebies do not amount to corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X