• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાઝિયાબાદની હોટલમાંથી 57 કોલગર્લ પકડાઇ

|

ગાઝિયાબાદ, 11 ઑગસ્ટઃ રાજધાની દિલ્હી નજીક આવેલા ઉત્તર પ્રદેશ જિલ્લા ગાઝિયાબાદની હોટલ દેહ વ્યાપારનો અડ્ડો બની ગયો હતો. જી હાં, પોલીસે ગાઝિયાબાદના બજરિયા વિસ્તારમાં એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે અને 53 યુવકો તથા 57 યુવતીઓની ધરપકડ કરી છે. ધરપકડ વખતે તમામ યુવક-યુવતી અલગ-અલગ રૂમમાંથી આપત્તિજનક સ્થિતિમાં હતા.

પોલીસનું કહેવું છે કે, ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના યુવક-યુવતીઓ દિલ્હી અને આસપાસના રહેવાસી છે. આ રેકેટના ખુલાસા બાદ પોલીસ સામે પ્રશ્ન ઉઠી રહ્યાં છે અને તેના સંબંધમાં ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. હોટલના માલિક ફરાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસને તેના ખબરીએ સૂચના આપી કે રેલવે સ્ટેશન રોડ સ્થિત ગોપાલ પ્લાઝા હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.

racket-busted-in-ghaziabad
પોલીસ દરમિયાન આ સૂચનાની તપાસ અને સત્યતા સામે આવ્યા બાદ રેડ પાડવામાં આવી. પોલીસે રૂમોની ચકાસી કરી તો મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. આ દરમિયાન પોલીસે હોટલને બહારથી બંધ કરીને મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ સાથે ફોર્સ બોલાવી દીધી. પોલીસે સ્થળ પરથી 53 યુવકો અને 57 યુવતીઓની ધરપકડ કરી.

તમામ યુવતીઓને બસથી મહિલા પોલીસ મથકે અને યુવકોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. પોલીસે રિસેપ્શન પર બેસેલા રાજેશની પણ ધરપકડ કરી છે. હોટલના માલિક નોઇડાના રહેવાસી રાજકુમાર અગ્રવાલ અને મેનેજર ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. એસએસપી ગાઝિયાબાદ ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલામાં ચાર પોલીસ કર્મીઓને બરખાસ્ત કરી દીધા છે.

More ghaziabad NewsView All

English summary
A raid at a Ghaziabad hotel on Saturday led to the detention of 109 people whom the police termed call girls, Senior officers said more raids would be conducted and action would be taken against policemen complicit in such rackets.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more