રાજ બબ્બરના ઘરની બહાર BJP કાર્યકરોનું પ્રદર્શન
મુંબઇ, 26 જુલાઇ : મુંબઇમાં રાજ બબ્બરના ઘરની બહાર બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તેમના 12 રૂપિયામાં પૂરતા ભોજનને પગલે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. રાજ બબ્બરે બે દિવસ પહેલા એક સભા દરમિયાન ગરીબી રેખાનો ક્યાસ કાઢતા જણાવ્યું હતું કે મુંબઇમાં હજી પણ 12 રૂપિયામાં પેટ ભરીને ખાવાનું મળી રહે છે.
જ્યારે શુક્રવારે રાજ બબ્બરે પોતાના 12 રૂપિયામાં ભોજનવાળા નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. રાજ બબ્બરે જણાવ્યું હતું કે જો તેમના નિવેદનથી કોઇને દુ:ખ પહોંચ્યું હોય તો તેમને અફસોસ છે. જોકે આની સાથે જ તેમણે જણાવ્યું કે બીપીએલ પરિવાર માટે બોલી રહ્યા હતા.













Click it and Unblock the Notifications
