'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ
પટના, 19 જૂન : બિહારમાં બીજેપી અને જેડીયૂની વચ્ચેનો સત્તર વર્ષ જૂનો સંબંધ શું તૂટ્યો બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ આજે બિહારના માર્ગો પર એકબીજાના જીવના દુશ્મન બની ગયા. મંગળવારે બીજેપીના વિશ્વાસઘાત દિવસ પર પટનામાં બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ લાકડીઓ અને ડંડાઓ લઇને એકબીજાની પર તૂટી પડ્યા. આ ઝડપમાં ઘણા કાર્યકર્તાઓને ગંભીર ઇજા પહોંચી અને ઘણા લોહીલુહાણ થઇ ગયા.
જેડીયૂ કાર્યાલયની બહાર પાર્ક એક ગાડીમાંથી એક રાઇફલ મળી આવી. જેડીયૂ કાર્યકર્તાઓ દ્વારા બીજેપી યૂવા મહિલા મોર્ચાની કાર્યકર્તાઓની સાડી ખેંચવાના પણ આરોપ લગાવવામાં આવ્યા. બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે લઘુમતિ મહિલાની સાડી ખેંચવાની ઘટનાને સાખી લેવમાં આવશે નહીં.
બીજેપીના બંદ દરમિયાન હિંસક ઝડપને માટે જેડીયૂને જવાબદાર ગણાવી છે. બીજેપીનો દાવો છે કે તેઓ શાંતિપૂર્ણ બંધનું પાલન કરી રહ્યા હતા અને જેડીયૂને હદ વટાવી જોઇએ નહીં, તેમજ જેડીયૂએ કહ્યું કે બીજેપીનો ઉદ્દેશ્ય હિંસા ફેલાવવાનો છે. બંધના પગલે રાજધાની પટના સહિત આખા રાજ્યમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આખા રાજ્યમાં પૂરતી પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વિશ્વાસઘાત દિવસને સફળ બનાવવા માટે બીજેપીના ઘણા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પટના આવી પહોંચ્યા હતા. રવિશંકર પ્રસાદ, શાહનવાજ હુસૈન, રાજીવ પ્રતાપ રુડી, સુશીલ મોદી અને સીપી ઠાકુર જુદાજુદા સ્થળોએ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પોલીસે આ તમામ નેતાઓની ધરપકડ કરી લીધી છે.
આખા રાજ્યમાં બંધને સફળ બનાવવા માટે બીજેપીના નેતા અને કાર્યકર્તાઓ માર્ગો પર ઉતરી આવ્યા છે. પટના ઉપરાંત પણ કેટલાંક સ્થળો પરથી બંને દળોના કાર્યકરો વચ્ચે ઝડપના સમાચારો આવી રહ્યા છે.

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ

'વિશ્વાસઘાત દિવસ' બન્યો હિંસક, બીજેપી નેતાઓની ધરપકડ
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
