For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો નીતિશ કુમારની રાજનૈતિક મજબૂરી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ: શું રાજનાથસિંહ અને નીતિશ કુમારની મુલાકાતનો ફાયદો થયો છે? સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીતીશ-રાજનાથસિંહે ગઇકાલે એકસાથે ભોજન લીધું હતું, ત્યારબાદ બિહારના મુખ્યમંત્રીના વલણમાં નરમાશ આવી છે.

જાણકારી પ્રમાણે પીએમ ઉમેદવારના નામની જાહેરાત માટે નીતિશ કુમારે સમયની કોઇ પાબંદી રાખી નથી. એટલું ચોક્કસ કહ્યું છે કે ડિસેમ્બર સુધી નામની જાહેરાત કરી દેવામાં આવે. પરંતુ નરેન્દ્ર મોદી હજી સુધી નીતિશને મંજૂર નથી. સૂત્રોની માનીએ તો મોદીના નામ પર નીતિશના વલણમાં હજી સુધી કોઇ બદલાવ આવ્યો નથી.

શનિવારે રાત્રે નીતિશ અને રાજનાથની મુલાકાતમાં લોકસભા ચૂંટણી પહેલા એનડીએની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. રાત્રિભોભ પર બેઠક દરમિયાન કુમાર અને સિંહે બંને દળો વચ્ચે સમન્વયમાં સુધાર લાવવા પર ચર્ચા થઇ.

નીતિશ કુમારની સાથે પાર્ટી પ્રવક્તા કેસી ત્યાગી પણ હાજર હતા તેમણે જણાવ્યું કે મિત્ર બીજેપીને છોડીને શત્રુ કોંગ્રેસની સાથે જોડાવાનો કોઇ પ્રશ્ન જ નથી. માનવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન કુમાર અને સિંહે અન્ય દળોને જોડવાની રાજગની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી.

તેમજ તમામ અટકળો કયાસોની વચ્ચે જેડિયુએ સાફ સ્પષ્ટ કર્યું છે કે બિહારના સીએમ નીતિશ કુમાર ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના દાવેદર નહી હોય. જેડીયુ નેતા નીતિશ કુમાર પીએમ પદના દાવેદાર નહીં હોય. જેડીયુએ પીએમની દાવેદારીનીનો બોલ પોતાની સહયોગી પાર્ટી બીજેપીની ઝોળીમાં નાખતા જણાવ્યું કે પહેલા તેઓ નામ નક્કી કરે અને બાદમાં આગળનીવાતો નક્કી કરવામાં આવશે.

English summary
Protest of Narendra Modi is Nitish Kumar's Political Compulsion!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X