MSP સહિત અન્ય મુદ્દાઓ હજુ પણ પેન્ડીંગ છે, ચાલુ રહેશે આંદોલનઃ રાકેશ ટિકેત
ત્રણ કૃષિ કાયદાના વાપસી બિલ લોકસભામાં પાસ થવા છતાં ખેડૂત સંગઠન પાછળ હટવા માટે તૈયાર નથી.
કૌશાંબીઃ ત્રણ કૃષિ કાયદાના વાપસી બિલ લોકસભામાં પાસ થવા છતાં ખેડૂત સંગઠન પાછળ હટવા માટે તૈયાર નથી. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેટે આંદોલન ખતમ કરવાના સવાલ પર કહ્યુ કે હાલમાં આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યુ કે એમએસપી કાયદા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર હવે વાત કરવાની જરૂર છે. ટિકેટે કહ્યુ કે જ્યાં સુધી સરકાર આ મુદ્દાઓ પર વાત ન કરે ત્યાં સુધી આંદોલન ખતમ નહિ થાય.

રાકેશ ટિકેતે કહ્યુ, 'લોકસભામાં ત્રણ કાયદાની વાપસીનુ બિલ પાસ થવાને અમે એ 750 ખેડૂતોને સમર્પિત કરીએ છીએ, જે આ આંદોલન કરતા શહીદ થઈ ગયા.' તમને જણાવી દઈએ કે સંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ થઈ ગયુ. પહેલા દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદાની બિલ વાપસી પ્રસ્તાવ રજૂ કર્યુ જે પાસ થઈ ગયુ. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં જ્યારે નરેન્દ્ર તોમર બિલ રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષે બિલ પર ચર્ચાની માંગ પર હોબાળાની કોશિશ કરી. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.












Click it and Unblock the Notifications
