For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતથી ડરેલા ઈમરાન ખાનને જૈશના આતંકી મસૂદ અઝહરે આપી ચેતવણી

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી પ્રમુખ મૌલાના મસૂદ અઝહરે ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ચેતવણી આપી છે કે તે ભારતના દબાણમાં ઝૂકે નહિ.

|
Google Oneindia Gujarati News

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી પ્રમુખ મૌલાના મસૂદ અઝહરે ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ચેતવણી આપી છે કે તે ભારતના દબાણમાં ઝૂકે નહિ. તમને જણાવી દઈએ કે આતંકી મસૂદ અઝહર ઘણા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. તેણે ભારતમાં ઘણા આતંકી હુમલા કરાવ્યા છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકીની યાદીમાં તે છે. તેને યુએને પણ આતંકી ઘોષિત કર્યો છે.

મીડિયા અને સરકાર પર કાઢ્યો ગુસ્સો

મીડિયા અને સરકાર પર કાઢ્યો ગુસ્સો

આતંકી મૌલાના મસૂદ અઝહરે સંસદ પર હુમલો કરાવવા સાથે ઉરી, પઠાણકોટ અને પુલવામામાં પણ આતંકી હુમલાઓને અંજામ આપ્યો છે. આતંકી મસૂદ અઝહરે પાકિસ્તાન સરકાર અને મીડિયા પર ગુસ્સો કાઢ્યો છે અને કહ્યુ કે આ લોકો ભારતથી ડરી ગયા છે. આતંકી મસૂદ અઝહરે જૈશ એ મોહમ્મદના આતંકીઓને સંબોધિત કરીને આ વાત કહી છે. પોતાના સંબોધનમાં આતંકી મસૂદ અઝહરે કહ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ જે રીતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધમકીનો જવાબ આપ્યો છે તે ઘણો નરમ અને ફીકો છે. એવુ લાગે છે કે પાકિસ્તાન ભારતથી ડરી ગયુ છે.

ભારતના દબાણથી ના ઝૂકે ઈમરાન સરકાર

ભારતના દબાણથી ના ઝૂકે ઈમરાન સરકાર

મૌલાના મસૂદ અઝહરે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે નારાજગી વ્યક્ત કરીને પાક સરકારને ચેતવણી આપી છે કે તે ભારતા દબાણમાં તેની સામે કોઈ કાર્યવાહી નહિ કરે. એટલુ જ નહિ પાકિસ્તાની મીડિયા પર પણ હુમલો કરતા તેણે કહ્યુ કે તે ભારતથી ડરી ગયા છે. તેણે કહ્યુ કે મીડિયાનું એ વિશ્લેષણ કે પુલવામા આતંકી હુમલો મોદી સરકારને આવનારી ચૂંટણીમાં જીતવામાં મહત્વનો સાબિત થશે તે સંપૂર્ણપણે ખોટુ છે. તેણે કહ્યુ કે પુલવામા હુમલાએ મોદી સરકારના જમ્મુ કાશ્મીરમાં ઑપરેશન ઑલ આઉટની સફળતાના દાવાની પોલ ખોલી દીધી છે.

હતાશ છે આતંકી પ્રમુખ

હતાશ છે આતંકી પ્રમુખ

આતંકી મસૂદ અઝહરના નિવેદન પર શ્રીનગરના વિશ્લેષકોનું માનવુ છે કે આતંકી મસૂદ અઝહરના આ નિવેદનથી તેની હતાશા જોવા મળી રહી છે. તે પોતાના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના લડાકુઓનું પ્રોત્સાહન વધારવા માટે આ નિવેદન આપી રહ્યો છે. જે રીતે 100 કલાકની અંદર સુરક્ષાકર્મીઓએ પુનગલાન ગામમાં સીઆરપીએફના કાફલા પર હુમલાના માસ્ટરમાઈન્ડને ઠાર માર્યો તે બાદ આતંકી મૌલાના મસૂદ અઝહર ઘણો હતાશ છે.

પોતાની જ સરકારને ધમકી આપી રહ્યો છે મસૂદ અઝહર

પોતાની જ સરકારને ધમકી આપી રહ્યો છે મસૂદ અઝહર

પાકિસ્તાન સરકાર દ્વારા પ્રાયોજિત આતંકી ગતિવિધિઓ પર નજર રાખનાર એક અધિકારીએ જણાવ્યુ કે ઘાટીમાં જૈશના લગભગ 20-25 આતંકી છે કે જે પુલવામામાં છે, જે હાલમાં છૂપાયેલા છે. અમને આશા છે કે તેમનો મુખ્ય કમાંડર પણ જલ્દી ઠાર કરી દેવામાં આવશે. અઝહરને એ વાતનો પણ ડર છે કે પાકિસ્તાન સરકાર તેની સામે કાર્યવાહી કરી શકે છે. આ જ કારણ છે કે તે પોતાની જ સરકારને ધમકી આપી રહ્યો છે.

આ પણ વાંચોઃ સિયોલઃ પીએમ મોદી દક્ષિણ કોરિયાના શાંતિ પુરસ્કારથી સમ્માનિત 14માં વ્યક્તિઆ પણ વાંચોઃ સિયોલઃ પીએમ મોદી દક્ષિણ કોરિયાના શાંતિ પુરસ્કારથી સમ્માનિત 14માં વ્યક્તિ

English summary
Pulwama Attack: Jaish terrorist Maulana Masood Azhar warns Imran Khan gov says dont buckle under pressure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X