For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pulwama Attack: પીએમ મોદીની ચેતવણીથી ગભરાયેલ પાકિસ્તાની પીએમની અપીલ

પીએમ મોદીની ચેતવણીથી ગભરાયેલ પાકિસ્તાની પીએમની અપીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડતા સંબંધોની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ ફરી એકવાર શાંતિ સ્થાપિત કરવાનો વિકલ્પને મોકો આપે. તેમણે પીએમ મોદીને ભરોસો અપાવ્યો છે કે જો પુલવામા આતંકી હુમલાના ભારત પુષ્તા સબૂત દેશે તો તેઓ કાર્યવાહી જરૂર કરશે. જણાવી દઈએ કે પીએમ મોદીએ ઈમરાન ખાનને ચેતવણી આપી હતી કે જો તેઓ ખરેખર પઠાણના દીકરા હોય તો પુલવામા આતંકી હુમલા પાછળ જે લોકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે, જે બાદ ઈમરાન ખાને પીએમ મોદી પાસે શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે.

પઠાણના દીકરા હોય તો કાર્યવાહી કરે

પઠાણના દીકરા હોય તો કાર્યવાહી કરે

જે સમયે ઈમરાન ખાન પાકિસ્તાનના પીએમ બન્યા હતા તે દરમિયાન પીએમ મોદીએ ફોન કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. જે વાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે 'મેં તેમને કહ્યું હતું કે એક સાથે મળીને ગરીબી અને અશિક્ષા સાથે લડીએ, ઈમાન ખાને ભારતને ભરોસો અપાવ્યો હતો કે તેઓ પઠાનના દીકરા છે અને તેઓ જે કહે છે તે કરે છ. જણાવી દઈએ કે પઠાન મુખ્ય રૂપે એક સમુદાય છે જેમના મૂળિયાં ઈરાનમાં મળી આવે છે. પઠાન પોતાની ઈમાનદારી અને સ્વાભિમાન માટે ઓળખાય છે. '

પીએમ મોદીએ ઈમરાન ખાનને પડકાર ફેંક્યો

પીએમ મોદીએ ઈમરાન ખાનને પડકાર ફેંક્યો

રાજસ્થાનમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે દુનિયાભરમાં આતંક વિરુદ્ધ સામાન્ય સહમતિ છે. અમે આતંકના આકાઓ વિરુદ્ધ મજબૂતીથી અને પૂરી તાકાતથી આગળ વધી રહ્યા છીએ, જેનાથી આ આતંકી હુમલા પાછળના ષડયંત્રકારોને આકરામાં આકરી સજા આપી શકાય. અમે આ હુમલાનો હિસાબ જરૂર લેશું. આ બદલાયેલું ભારત છે, જે દર્દ સહન નહિ કરે, અમને ખબર છે કે કેવી રીતે આતંકવાદને કચડી શકાય. જે બાદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ઈમરાન ખાન પોતાના નિવેદન પર સ્થિર છે. જો ભારત કાર્યવાહી કરવા લાયક સબૂત આપશે તો પાકિસ્તાન તેના પર તત્કાળ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ શાંતિ સ્થાપિત કરવાનો એક મોકો આપવો જોઈએ.

40 જવાન થયા હતા શહીદ

40 જવાન થયા હતા શહીદ

જણાવી દઈએ કે જેવી રીતે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા, તેના બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બહુ ખરાબ થઈ ગયા છે. આતંકી હુમલા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે જવાબદાી સ્વીકારી છે.

ખુલ્લી છૂટ

ખુલ્લી છૂટ

આ આતંકી હુમલા બાદ ભારત સતત માંગ કરી રહ્યું છે કે જૈશ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામા આવી. આ આતંકી હુમલા બાદ પીએમ મોદીએ સુરક્ષાબળોને ખુલ્લી છૂટ આપી દીધી છે કે તેઓ આ હુમલાનો જવાબ આપે. સાથે જ ઘાટીમાં મોટી સંખ્યામાં જવાનોને પણ તહેનાત કરી દેવાયા છે.

ઘાટીમાં સેનાની ગોઠવણી પર રાજ્યપાલનું નિવેદન, ગભરાશો નહીંઘાટીમાં સેનાની ગોઠવણી પર રાજ્યપાલનું નિવેદન, ગભરાશો નહીં

English summary
Pulwama Attack: Pakistan PM Imran Khan appeals to PM Modi to give peace a chance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X