પુલવામાં હુમલા પર સોનિયા ગાંધીનો ગુસ્સો, મોટી વાત કહી
જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા અંગે આખો દેશ ગુસ્સામાં છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે, જયારે ઘણા જવાનો ઘાયલ થયા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા અંગે આખો દેશ ગુસ્સામાં છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે, જયારે ઘણા જવાનો ઘાયલ થયા છે. આ આતંકી કાર્યવાહીની દિગ્ગજ કોંગ્રેસી નેતા અને યુપીએ ચૅરપર્સન સોનિયા ગાંધીએ સખત શબ્દોમાં નિંદા કરી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે પુલવામાં હુમલાને કારેન તેઓ ઘણા ગુસ્સામાં છે. તેની સાથે તેમને આશા વ્યકત કરી છે કે જે લોકો પણ આ બર્બર હુમલા માટે જબાબદાર છે તેને છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો: પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?

હું સ્તબ્ધ, આક્રોશિત અને શોકમાં છું: સોનિયા ગાંધી
કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ કાફલા પર થયેલા બર્બર હુમલાથી હું સ્તબ્ધ, આક્રોશિત અને શોકમાં છું. નિસ્વાર્થ ભાવથી દેશની સેવા કરનાર બહાદુર સીઆરપીએફ જવાનો કાયર આતંકીઓના હાથે શહીદ થયા છે. દેશ વીર જવાનોના બલિદાનને ક્યારેય પણ નહીં ભૂલે.

પ્રિયંકા ગાંધીએ જવાનો માટે 2 મિનિટની મૌન રાખ્યું
સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધીએ પણ સંવેદના વ્યકત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે સાંજે નિર્ધારિત પ્રેસ કોન્ફ્રન્સ કેન્સલ કરી નાખી હતી. પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ કવર કરવા માટે આવેલા પત્રકારોને કહ્યું કે આ પ્રેસ કોન્ફ્રન્સ રાજનૈતિક વાતચીત માટે રાખવામાં આવી છે પરંતુ હાલમાં પુલવામાં જે રીતે જવાનો પર હુમલો થયો છે ત્યારપછી રાજનૈતિક વાતચીત કરવી યોગ્ય નથી. પ્રિયંકા ગાંધીએ જવાનો માટે 2 મિનિટની મૌન પણ રાખ્યું.

દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે: પીએમ મોદી
દેશની સૌથી ફાસ્ટ ટ્રેન વંદે માતરમ એક્સપ્રેસને પીએમ મોદીએ આજે દિલ્હીમાં ગ્રીન સિગ્નલ આપ્યો છે. આ અવસરે તેમને પુલવામાં શહીદોને યાદ કર્યા અને 2 મિનિટનું મૌન પાડ્યું. પીએમ મોદીએ પુલવામાં હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે, દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. તેમને કહ્યું કે આતંકીઓને કચડવાની કાર્યવાહી વધારે ઝડપી બનશે અને આતંકીઓને પુલવામાં હુમલાની કિંમત ચૂકવવી પડશે.

સ્વામીએ ઉઠાવ્યો સવાલ
વળી, આ આતંકી હુમલા વિશે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે ભાજપ જમ્મુ કાશ્મીરમાં ફેલ થઈ ગઈ છે અને તે કાશ્મીરમાં જવાબી કાર્યવાહી કરવામાં પણ નિષ્ફળ રહી છે. પરંતુ તેમણે કહ્યુ કે ભાજપ પોતાને ફરીથી તૈયાર કરી શકે છે અને પાકિસ્તાનને તહેસ-નહેસ કરી શકે છે. તેમણે કહ્યુ કે 2019ની લોકસભા ચૂંટણીમાં કાશ્મીર મુખ્ય મુદ્દો હોવો જોઈએ.

મુફ્તીએ રાજ્યપાલ પર સાધ્યુ નિશાન
ઘાટીમાં મુખ્યધારાના રાજકારણ પર પણ સત્યપાલ મલિકે નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા 15 દિવસોમાં મહેબૂબા મુફ્તીના નિવેદનો પર નજર નાખો. જે પણ આતંકવાદી પરતો હતો તે એના ઘરે જતા હતા. વળી, રાજ્યપાલના નિવેદન પર મહેબૂબા મુફ્તીએ આકરી ટીકા કરતા કહ્યુ કે છેવટે કેમ 2000થી વધુ જવાનોને એક સાથે જવાની પરવાનગી આપવામાં આવી. તેમણે પૂછ્યુ કે શું હવાઈ યાત્રા માત્ર રાજકારણીઓ માટે છે. અમારા પર આરોપ લગાવવા સરળ છે. જમ્મુ કાશ્મીર રાજ્યપાલ શાસન હેઠળ છે માટે રાજ્યપાલ પોતાની જવાબદારીમાંથી બચી ન શકે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
