પુલવામા હુમલામાં શહીદ રામ વકીલના પરિજનોને મળી રહી છે ધમકીઓ
પુલવામા હુમલામાં શહીદ રામ વકીલના પરિજનોને મળી રહી છે ધમકીઓ
મૈનપુરીઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ મૈનપુરીના લાલ રામ વકીલના માતાના આંસુ હજુ સુકાયાં પણ નથી કે તેમના પરિજનો પર દબંગોએ કહેર વરસાવો શરૂ રકી દીધો છે. તે પણ એ ચિતાની જમીનને લઈ જેના પર શહીદના અંતિમ સંસ્કાર થયા હતા. હવે ગભરાયેલ પરિજનો અધિકારીઓ પાસે મદદ માંગવા માટે પોકારી રહ્યા છે.

જમીનને લઈ વિવાદ
જણાવી દઈએ કે મામલો મૈનપુરીના બરનાહલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ વિનાયકપુરનો છે. જ્યાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ રામ વકીલ માથુરને સરકાર તરફથી શહીદ સ્થળ બનાવવા માટે અમુક ગજ જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તે જમીન પર કબ્જો જમવાવા કેટલાક દબંગો મથી રહ્યા છે. ડરેલ પરિજનો અધિકારીઓની ઑફિસના ધક્કા ખાઈ રહ્યા છે.

મળી રહી છે ધમકીઓ
શહીદની પત્ની અને પરિજનોએ જિલ્લા અધિકારી પ્રમોદ કુમાર ઉપાધ્યાયને એક ફરિયાદ પત્રમાં કહ્યું કે ગામના કેટલાક દબંગો તેમની એક એકર ભૂમિ પર કબ્જો જમાવવા માંગે છે અને તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. જેનાથી શહીદના પરિજનો સદમામાં છે. શહીદના પરિજનોનું કહેવું છે કે આ મામલે મુખ્યમંત્રી અને બટાલિયનના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની મદદ મળી નથી.

પુલવામા હુમલામાં થયા હતા શહીદ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ ફિદાયીન હુમલામાં 44 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા। શહીદોમાં યૂપીના મૈનપુરીના રહેવાસી હેડ કૉન્સ્ટેબલ રામવકીલ માથુર પણ હતા. મૈનપુર જિલ્લાના દન્નાહાર પોસી સ્ટેશનના વિનાયપુરા ગામના રેહવાસી રામવકીલ 2001માં સિપાહી પદ પર સીઆરપીએફમાં ભરતી થયા હતા. 2003માં ઈટાવાના અશોક નગરની રહેવાસી ગીતા સાથે તેમના લગ્ન થયાં હતા. જમ્મુ અને કાશ્મીરમાં તહનાતી પહેલા રામવકીલ અલીગઢમાં તહેનાત હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?








Click it and Unblock the Notifications
