Pune Porsche Accident : પુણે પોર્શ અકસ્માત મુદ્દે રાહુલ ગાંધીના નરેન્દ્ર મોદી પર પ્રહાર

હવે પુણે કાર અકસ્માત કેસમાં રાજનીતિની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી બે ભારત બનાવી રહ્યા છે, જ્યાં ન્યાય પણ સંપત્તિનો મોહતાજ છે. રાહુલ ગાંધીએ એક વીડિયોમાં મોદી પર આકરા પ્રહાર કર્યા.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટર પર જાહેર કરેલા એક વીડિયોમાં કહ્યું કે જો બસ અને ટ્રક ડ્રાઈવર, ઉબેર, ઓલા, ઓટો ડ્રાઈવર અકસ્માતમાં કોઈને મારી નાખે છે તો તેમને 10 વર્ષની સજાનો સામનો કરવો પડે છે.

પરંતુ જ્યારે એક શ્રીમંત પરિવારનો 17 વર્ષનો પુત્ર પોર્શ કાર બે લોકો પર દોડાવે છે ત્યારે તેને નિબંધ લખની સજા કરવામાં આવે છે. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે બસ અને ટ્રક ડ્રાઇવરોને નિબંધ લખવાનું કેમ કહેવામાં આવતું નથી?

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદીને પૂછ્યુ કે શું બે ભારત બની રહ્યા છે? એક અબજોપતિઓ માટે અને એક ગરીબો માટે? તો તેમનો જવાબ છે કે શું મારે બધાને ગરીબ કરી દેવા જોઈએ? રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રશ્ન ન્યાયનો છે. ન્યાય દરેક માટે સમાન હોવો જોઈએ. તેથી જ અમે અન્યાય સામે લડી રહ્યા છીએ.

જણાવી દઈએ કે, 19 મેના રોજ, કલ્યાણી નગર વિસ્તારમાં કથિત રીતે 17 વર્ષના છોકરા દ્વારા ચલાવવામાં આવેલી પોર્શ કારે બે લોકોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક સવાર એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું.

પોલીસે દાવો કર્યો હતો કે આરોપી કિશોર નશામાં હતો. અકસ્માત કરતા પહેલા તેણે તેના મિત્રો સાથે પબમાં બેસીને દારૂ પીધો હતો. જે સીસીટીવી ફૂટેજ દ્વારા બહાર આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X