Punjab Aam Aadmi clinic : પંજાબમાં થશે આરોગ્ય ક્રાંતિ, CM ભગવંત માને રાખ્યો આ લક્ષ્યાંક
Punjab Aam Aadmi clinic : પંજાબમાં જ્યારથી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી પોતાના ચૂંટણી વચનો પૂરા કરી રહી છે. જેમાં તેઓ સતત જનતાની ભલાઇ માટે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ખેડૂતોને પાક નુકસાનનું વળતર આપવું અને સરકારી શાળાના નવો મોડેલમાં પરિવર્તન તેનું ઉદાહરણ છે. પંજાબની માન સરકાર દરેક ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરી રહી છે.
પંજાબ સરકાર મફત શિક્ષણ અને સ્વાસ્થ્યના વચન પર સતત ધ્યાન આપી રહી છે. લોકોને તેમના ઘરની નજીક તમામ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે, પંજાબની માન સરકારે વધુ 80 આમ આદમી ક્લિનિક્સનું ઉદ્ઘાટન કર્યું છે. જે બાદ સમગ્ર પંજાબમાં ક્લિનિક્સની સંખ્યા વધીને 584 થઈ ગઈ છે.

પંજાબની મન સરકારે દોઢ વર્ષથી ઓછા સમયમાં પંજાબની આરોગ્ય સુવિધાઓને સામાન્ય લોકો માટે વધુ સારી અને સરળ બનાવી છે. આમ આદમી ક્લિનિક્સમાં 41 પ્રકારના ટેસ્ટ અને 100 પ્રકારની દવાઓ મફતમાં ઉપલબ્ધ છે. પંજાબમાં અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ આમ આદમી ક્લિનિક્સનો લાભ લીધો છે. AAP સરકારની યોજના દરેક વર્ગ માટે વરદાન સાબિત થઈ છે.
લોકો આમ આદમી ક્લિનિક્સમાં તેમના ઘરની નજીક મોસમી રોગો સહિત તમામ પ્રકારની સારવાર મેળવે છે. સુગર, બીપી જેવા 41 બેઇઝિક રિપોર્ટ્સ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકો ખાનગી હોસ્પિટલો અને મોટી સરકારી હોસ્પિટલોની ભીડ ટાળીને આમ આદમી ક્લિનિક્સમાં પોતાની સારવાર કરાવી શકે છે.
તાજેતરમાં 80 આમ આદમી ક્લિનિકના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હવે અમે સરકારી હોસ્પિટલોને સુધારવા માટે પગલાં લઈ રહ્યા છીએ.
ભગવંત માને જણાવ્યું હતું કે, આમ આદમી ક્લિનિક્સમાં આવનારા લોકોના તમામ રોગના ડેટા કોમ્પ્યુટરમાં રાખવામાં આવી રહ્યા છે, ત્યારબાદ તેનું વિશ્લેષણ અને અભ્યાસ કરવામાં આવશે કે, પંજાબના કયા વિસ્તારમાં કયો રોગ વધુ પ્રવર્તે છે અને કયા રોગથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. જેના આધારે આગામી સમયમાં પ્રજાના આરોગ્યની કાળજી લેવામાં આવશે.
મુખ્યમંત્રી ભગવંત માન તેમના નિવેદનોમાં ઘણી વખત પુનરોચ્ચાર કરી ચૂક્યા છે કે, પંજાબમાં સ્વાસ્થ્ય ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. AAP સરકારની પ્રથમ પ્રાથમિકતા સામાન્ય જનતાને શિક્ષણ અને દવાના વધતા બોજમાંથી મુક્ત કરવાની છે. કારણ કે, જ્યારે સામાન્ય લોકોના બાળકોને સારું શિક્ષણ અને મફત સારવારની સાથે મફત દવાઓ અને મફત પરીક્ષણો મળશે, ત્યારે તેઓ ઘણા પૈસા બચાવશે, જેનો ઉપયોગ તેમની રોજિંદી જરૂરિયાતો માટે થશે, જેનાથી જીવનધોરણ ઊંચું આવશે. સામાન્ય લોકો અને સમાજ સાચી દિશામાં આગળ વધશે.












Click it and Unblock the Notifications
