પંજાબના AAP ધારાસભ્યનો દાવો, કહ્યુ - ભાજપે મને 100 કરોડની ઑફર આપી
પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ ભાજપ પર ઑપરેશન લોટસ દ્વારા 100 કરોડ રૂપિયાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે.
ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ ભાજપ પર ઑપરેશન લોટસ દ્વારા 100 કરોડ રૂપિયાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના એક એજન્ટે તેમને દિલ્લીથી ફોન કરીને 100 કરોડ રૂપિયાની ઑફર કરી હતી.

તેમણે કહ્યુ કે તેમણે ફોન કરનારને સ્પષ્ટપણે નકારી કાઢ્યુ કે તેઓ પાર્ટી વિરુદ્ધ કંઈ કરશે નહિ અને આમ આદમી પાર્ટી સાથે જ રહેશે. પંજાબ વિધાનસભાના સત્રના પહેલા દિવસે ગૃહને 29 સપ્ટેમ્બર સુધી સ્થગિત કર્યા બાદ પઠાણમાજરાએ એક ટીવી ચેનલને આ વાત કહી.
અગાઉ પંજાબના AAPના 10 ધારાસભ્યોએ ભાજપના નેતાઓ અને તેમના કથિત એજન્ટો પર 25-25 કરોડ રૂપિયાની ઑફર કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ ધારાસભ્યોએ આ અંગે પંજાબના ડીજીપી ગૌરવ યાદવને લેખિત ફરિયાદ પણ કરી હતી. પંજાબ વિજિલન્સ બ્યુરો આ ફરિયાદની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
