પંજાબની ભગવંત માન સરકાર નશા સામે કડક, હેરોઈન સપ્લાઈ કરનારની ડ્રગ અને પૈસા સાથે ધરપકડ

પંજાબની ભગવંત માન સરકારે હેરોઈન સપ્લાય કરતા પિતા-પુત્રની ધરપકડ કરીને ડ્રગ મની જપ્ત કરી છે.

પંજાબની ભગવંત માન સરકારે સત્તામાં આવ્યા પછી છેલ્લા દસ મહિનામાં ગુનેગારો સામે કડક પગલાં લીધા છે. આ ક્રમમાં ભૈની મિયા ખાન પોલિસે 10 ગ્રામ હેરોઈન સહિત પકડેલા એક આરોપીની પૂછપરછ બાદ તેને હેરોઈન સપ્લાય કરનાર પિતા-પુત્રને પકડીને 12500 રુપિયાની ડ્રગ મની જપ્ત કરી છે.

cm mann

આ અંગે ભૈની મિયા ખાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુદેશ કુમારે જણાવ્યુ કે, ભૈની મિયા ખાન પોલીસે ભૂતકાળમાં રંધાવા કોલોનીમાં રહેતા આરોપી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી પુત્ર કશ્મીર સિંહની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે તેણે આ હેરોઈન સુલતાનવિંડના રહેવાસી પિતા-પુત્ર પાસેથી 32,500 રૂપિયામાં ખરીદ્યું હતું. આ સંદર્ભે ગૂગલ પે દ્વારા 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે 12500 રૂપિયા રોકડમાં આપવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આરોપી ગુરપ્રીત સિંહની નિશાન દેહી પર દરોડા પાડીને આરોપી ગુરદીપ સિંહ અને તેના પુત્ર સુરજીત સિંહ ઉર્ફે બોબી રહેવાસી સુલતાનવિંડની ધરપકડ કરવામાં આવી છે. પિતા-પુત્ર પાસેથી ગુરપ્રીત સિંહે આપેલી 12500 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X