નશા સામે ભગવંત માન સરકાર એક્શનમાં, ચલાવવામાં આવી રહ્યુ છે ઑપરેશન, ઘણા ગામો સીલ
પંજાબમાં ભગવંત માન સરકાર ડ્રગ્સ વિરુદ્ધ એક્શન મોડમાં આવી ગઈ છે. ઘણા ગામોને સીલ કરી દેવામાં આવ્યા છે.
પંજાબ પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ એક્શન મોડમાં આવી ગઈ છે. પંજાબના અનેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરીને શંકાસ્પદ ઘરોની તપાસ કરવામાં આવી રહી છે. આ મોટુ સર્ચ ઑપરેશન વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યુ છે અને આ દરમિયાન ઘણા ગામોને સીલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હોશિયારપુર અને ફતેહગઢ સાહિબ અને અન્ય ઘણા જિલ્લાના ગામોને સીલ કરીને પોલીસ દ્વારા ઘરોની તલાશી લેવામાં આવી રહી છે. માહિતી મળી છે કે પોલીસે હોશિયારપુરના ભૂંગરાણી ગામમાં એક મહિલા પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યુ છે. આ ગામમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર છે. તમને જણાવી દઈએ કે ગત દિવસે હોશિયાપુરના એક વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં ભૂક્કી મળી આવી હતી.












Click it and Unblock the Notifications
