For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોત

પંજાબઃ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19નાં મોત

|
Google Oneindia Gujarati News

પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલા સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 19 લોકોનાં મોત થયાં અને 15 લોકો ઘાયલ થયા છે. 4 લોકો ગંભીર રીત ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ફટાકડા ફેક્ટરીની 2 ઈમારતોમાં 50 લોકો ફસાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. ધમાકો એટલો તેજ હતો કે આસપાસના લોકો પણ અવાજ સાંભળી દહેશતમાં આવી ગયા છે.

blast

ઘટનાસ્થળ પર સ્થાનિક પ્રશાસન સહિત પોલીસના જવાન મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ઘાયલોના ઈલાજ માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. બચાવ ટીમ સતત ફસાયેલ લોકો સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. આ ઘટના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દુખ જતાવ્યું છે. તેમણે કહ્યું કે એસએસપીની આગેવાનીમાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે.

જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું. તેમણે લખ્યું, ઘટનામાં મરનાર લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ અને ઘાયલ જલદી જ સ્વસ્થ થાય. ઘટના પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પંજાબના બટાલામાં ફટાકડા ફેક્ટરીમાં ધમાકામાં કેટલાય અનમોલ જિંદગીઓ ગુમાવ્યાના સમાચાર બહુ દુખદાયી છે. ઈશ્વરથી દિવંગત આત્માની શાંતિ અને પરિજનોને આ અસીમ દુખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરું છું. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

તાજા જાણકારી મુજબ ધુવાડો તેજ થવાના કારણે લોકોને ઈમારતોથી બહાર કાઢવા મુશ્કેલ થઈ રહ્યું છે. આજુબાજુના લોકો પણ આ ધમાકાથી પ્રભાવિત છે. જે સમયે આ દુર્ઘટના ઘટી તે સમયે બપોરે 4 વાગી રહ્યા હતા. બુધવારે થયેલ આ ઘટનામાં લાખોનું નુકસાન થવાની આશંકા જતાવવામાં આવી રહી છે. એ પણ હજુ સ્પષ્ટ નથી થઈ શકી કે ફેક્ટરી કાયદેસર હતી કે નહિ.

 દિલ્હીમાં પોલીસે ટ્રાફિક નિયમ તોડશે તો જબલ દંડ વસૂલાશે દિલ્હીમાં પોલીસે ટ્રાફિક નિયમ તોડશે તો જબલ દંડ વસૂલાશે

English summary
Punjab: Blast at fireworks factory, 19 killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X