Punjab : CM ભગવંત માને આંતરરાજ્ય વેપાર વધારવાની માંગ કરી, જાણો શું કહ્યું?
પંજાબની ભગવંત માન સરકાર ખેડૂતોને સારા અને પોષણક્ષમ ભાવ મળી રહે છે તે માટે સતત પ્રયાસ કરતા રહે છે. આ ક્રમમાં જ હવે તેમણે આંતરરાજ્ય વેપાર વધારવાની માંગ કરી છે.
મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોની ઉપજને યોગ્ય ભાવ આપવા અને લોકોને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવા આંતર-રાજ્ય વેપારને વધુ પ્રોત્સાહન આપવાની હિમાયત કરી છે.

રાજ્યોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટર્સ સાથેની બેઠકની અધ્યક્ષતા કરતા ભગવંત માને કહ્યું કે, તમામ રાજ્યોએ કોમોડિટીઝની ખરીદી અને વેચાણ માટે એક સામાન્ય પ્લેટફોર્મ વિકસાવવા માટે હાથ મિલાવવા જોઈએ. ગ્રાહકો અને ખેડૂતો બંનેના હિતોનું રક્ષણ કરવું એ સમયની જરૂરિયાત છે.
તેમણે આગળ કહ્યું કે, આ પગલું લોકોને શ્રેષ્ઠ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને ખેડૂતોને ઉત્પાદનના વળતરકારક ભાવની ખાતરી આપશે. આ સુનિશ્ચિત કરશે કે સમાજના વિવિધ વર્ગોને આ પ્રથાનો લાભ મળે.
તેમણે આગળ જણાવ્યુ કે, હવે જ્યારે આખું વિશ્વ બજાર તરીકે ઉભર્યુ છે ત્યારે ઉપજના ઉત્પાદન અને માર્કેટિંગ અંગે રાજ્યોમાં બિનજરૂરી નિયંત્રણો દૂર કરવા જોઈએ.
ભગવંત માને કહ્યું કે, આ ફાર્મ-ટુ-ફોર્ક અભિગમ અને તમામ રાજ્યોમાં માલની ઉપલબ્ધતાથી ગ્રાહકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખેડૂતોને લાભ મળે તે માટે આ અભિગમ અપનાવવો જરૂરી છે. ખેતીમાં સતત વધતા ખર્ચ અને ઓછા વળતરને લીધે ખેતી હવે નફાકારક વ્યવસાય નથી રહ્યો.
આ સ્થિતિમાં જો ઉત્પાદનના માર્કેટિંગ માટે એક સામાન્ય પ્લેટફોર્મનો વિચાર વિકસાવવામાં આવે તો તે ખેડૂતોને મોટા પ્રમાણમાં મદદ કરશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, રાજ્યના RDF 5,637.4 કરોડ હજુ પણ કેન્દ્ર સરકાર પાસે બાકી છે. તમામ પ્રયાસો છતાં કેન્દ્ર સરકાર આ રકમ રિલીઝ નથી કરી રહી. જે રાજ્ય સાથે ઘોર અન્યાય છે.












Click it and Unblock the Notifications
