ચીન બૉર્ડર પર જીવ ગુમાવનાર જવાન કુલદીપ સિંહના માતા-પિતાને મળ્યા CM ભગવંત માન, આપ્યો 95 લાખનો ચેક
પંજાબ CMએ જીવ ગુમાવનાર જવાનના માતા-પિતાને આપ્યો 95 લાખનો ચેક. પત્નીને આપ્યુ નોકરીનુ વચન.
ફિરોઝપુરઃ ભારત-ચીન સરહદ પર તૈનાત 21 શીખ રેજિમેન્ટના સૈનિક કુલદીપ સિંહે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. કુલદીપના પંજાબમાં તેના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના ત્રણ દિવસ બાદ આજે મુખ્યમંત્રી ભગવંત માન કુલદીપ સિંહના પરિવારને મળવા ઝીરા નજીકના ગામ લોહકે કલાન પહોંચ્યા હતા. અહીં ભગવંત માને આર્થિક રાહત તરીકે મૃતક જવાનના માતા-પિતાને 95 લાખનો ચેક આપ્યો. કુલદીપ સિંહની પત્નીને નોકરી અપાવવાનુ પણ વચન આપ્યુ હતુ.

મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કુલદીપ સિંહની પત્નીને સેનામાં નોકરી અપાવવાનો પ્રયાસ કરીશુ. મુખ્યમંત્રીએ કહ્યુ કે મને જાણવા મળ્યુ છે કે લોહકે કલાન ગામના 30 જવાન સેનામાં ફરજ બજાવે છે. સ્ટેડિયમ બનાવવા માટે આ ગામના લોકોની માંગ છે જે અમારી સરકાર પૂરી કરશે. મુખ્યમંત્રી માને કહ્યુ કે પંજાબનો કોઈપણ જવાન (સૈનિક) અથવા અધિકારી સેનામાં શહીદ થાય તો પંજાબ સરકાર તેના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. પંજાબ સરકાર દ્વારા શહીદ કુલદીપ સિંહના પરિવારજનોને એક કરોડની રકમ આપવામાં આવી છે. 95 લાખનો ચેક આપવામાં આવ્યો અને અગાઉ અંતિમક્રિયાના દિવસે પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
અગાઉની સરકારો પર કટાક્ષ કરતા માનએ કહ્યું હતું કે અગાઉની સરકારોએ આરોગ્ય સુવિધાઓને ખૂબ જ ખરાબ કરી દીધી છે. સરકારી હોસ્પિટલોમાં મશીનો ખામીયુક્ત છે અને દવાઓ નથી. આ હોસ્પિટલોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. અમારી સરકાર દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક શરૂ કરી રહી છે. પંજાબમાં રાજ્યમાં 75માં સ્વતંત્રતા દિવસ પર મોહલ્લા ક્લિનિક્સનુ ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરોક્ત દવાખાનાના 90 ટકા લોકો સ્વસ્થ થઈ જશે. જેમાં તમામ પ્રકારના ટેસ્ટ પણ ફ્રીમાં કરવામાં આવશે. પંજાબમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 16 મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ કોલેજોમાં હૉસ્પિટલની સુવિધા હશે જેથી લોકોની સારવાર થઈ શકે.












Click it and Unblock the Notifications
