પંજાબઃ મોગામાં શહીદના ઘરે પહોંચ્યા સીએમ ભગવંત માન, સોંપ્યો એક કરોડનો ચેક
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મોગા જિલ્લામાં શહીદ લાન્સ નાઈક કુલવંત સિંહના પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ પરિવારને એક કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે અહીંની સરકારી શાળાને અપગ્રેડ કરવામાં આવશે અને તેનું નામ શહીદ લાન્સ નાઈક કુલવંત સિંહના નામ પર રાખવામાં આવશે.

મુખ્યમંત્રીએ શહીદના વતન ગામમાં રમતગમતનું મેદાન બનાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ ગર્વની વાત છે કે લાન્સ નાઈક કુલવંત સિંહ આ પરિવારના બીજી પેઢીના શહીદ છે, જ્યારે આ પહેલા તેમના પિતા હવાલદાર બલદેવ સિંહે પણ દેશની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપી દીધો હતો.
શાળા કેમ્પસમાં બંને શહીદોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. પરિવાર સાથે દુ:ખની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ અને દેશવાસીઓ માટે બલિદાન આપનાર શહીદ કુલવંત સિંહનો સમગ્ર દેશ ઋણી છે. દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે કુલવંત સિંહના મહાન યોગદાન પ્રત્યે રાજ્ય સરકારની આ નમ્ર શ્રદ્ધાંજલિ છે.












Click it and Unblock the Notifications
