અરવિંદ કેજરીવાલના અવાજને દબાવવો મુશ્કેલ છે, અમે ચટ્ટાનની જેમ તેમની પડખે ઉભા છીએઃ સીએમ માન
ચંદીગઢ: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન(CBI) દ્વારા 16 એપ્રિલે એક્સાઈઝ પૉલિસી કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે કેજરીવાલનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છે.

ભગવંત માને ટ્વીટ કરીને લખ્યુ - અરવિંદ કેજરીવાલજીનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છે. જે લોકો સત્ય બોલે છે તે લોકોના દિલમાં સ્થાન બનાવે છે. લોકોના દિલમાંથી કોઈ કોઈને કાઢી શકતું નથી. અમે ચટ્ટાનની જેમ તેમની પડખે ઊભા છીએ. ઈનકલાબ ઝિંદાબાદ.
જ્યારે પંજાબ સરકારના મંત્રી હરજોત સિંહ બેન્સે અરવિંદ કેજરીવાલને 'ભારતમાં આવી રહેલી ક્રાંતિ' ગણાવ્યા, ત્યારે રાજ્યના ઘણા AAP નેતાઓએ કહ્યું કે દિલ્લીના મુખ્યમંત્રીને આવી રીતો દ્વારા ચૂપ નહિ કરી શકાય.












Click it and Unblock the Notifications
