પંજાબઃ સીએમ માને વેપારીઓને આપ્યો ભરોસો, મળશે દરેક સંભવ સરકારી મદદ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પઠાણકોટમાં બિઝનેસમેન સાથે ચર્ચા કરી અને ભરોસો આપ્યો કે તેમને સરકાર તરફથી દરેક સંભવ મદદ મળશે.
પંજાબની ભગવંત માન સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પંજાબના સીએમ ભગવંત સિંહ માન પોતે પણ દેશના અલગ-અલગ રાજ્યો અને પંજાબના અલગ-અલગ જિલ્લાઓના બિઝનેસમેન સાથે સતત ચર્ચા કરી રહ્યા છે.

આ ક્રમમાં પઠાણકોટ પહેલા સીએમ ભગવંત સિંહ માને રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે અમૃતસરના ઉદ્યોગપતિઓની સલાહ લીધી હતી. તેમણે અહીંથી મળેલા સૂચનો પઠાણકોટના વેપારીઓ સાથે તેમના મંતવ્યો જાણવા માટે શેર કર્યા. તેમજ તેમને પંજાબમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. જોકે સીએમ ભગવંત માન અહીં વધુ સમય વિતાવી શક્યા ન હતા. માનનો દિવસ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ અને ચર્ચામાં પસાર થયો.
પંજાબ સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસની પ્રગતિ માટે નવા પ્લેટફોર્મ સહિત રોકાણકારોને આમંત્રિત કરવામાં વ્યસ્ત છે. રાજ્યને આર્થિક રીતે મજબૂત કરવા અને રોજગારીનુ સર્જન કરવા માટે, CM ભગવંત માન દેશના અને પંજાબના વિવિધ જિલ્લાઓમાં કામ કરતી વિદેશી કંપનીઓ સહિત માલિકો/ઑપરેટરો અને અન્ય લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે, જેથી રાજ્યને બિઝનેસ હબ બનાવી શકાય.
વર્ષ 2022માં પંજાબના સીએમ ભગવંત સિંહ માન જર્મનીના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન પંજાબને બિઝનેસની દૃષ્ટિએ ફેવરિટ ગણાવતા તેમણે કહ્યુ હતુ કે પંજાબમાં રોકાણ કરવાથી ઘણી કંપનીઓને ફાયદો થશે. સીએમ ભગવંત માને અનેક જાણીતી કંપનીઓ સાથે વાતચીત કરી હતી અને 23-24 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાનારી પ્રોગ્રેસિવ પંજાબ ઈન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપવા માટે વિશ્વના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
