પંજાબ સરકારે ખેડૂતોને ટ્યુબવેલનો લોડ વધારવાની ફી 50% ઘટાડીને 2500 રૂપિયા કરીઃ CM માન

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે ખેડૂતો માટે ટ્યુબવેલનો લોડ વધારવાની ફી ઘટાડી.

ચંદીગઢઃ પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે ખેડૂતો માટે ટ્યુબવેલનો લોડ વધારવાની ફી 50% ઘટાડીને 2500 રૂપિયા કરી દીધી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ, 'આપણા રાજ્યના અનાજ ઉત્પાદકોને તેમની પોતાની સરકાર તરફથી આ એક નાનકડી ભેટ છે. ખેડૂત ભાઈઓને આનો લાભ મળવો જોઈએ.'

mann

મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે ખેડૂતોને ટ્યુબવેલનો લોડ વધારવા માટે મોટી ફી ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે આ ફીમાં લગભગ 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડાંગરની સિઝન પહેલા પંજાબ સરકારે ફી ઘટાડવાની જાહેરાત કરી છે. ટ્યુબવેલનો લોડ વધારવાની ફી હાલના રૂ. 4750 થી ઘટાડીને રૂ. 2500 કરી.

ઝિગ-ઝેગ ટેકનિક લાગુ કરો

મુખ્યમંત્રી ભગવંત માને ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવાની વાત પણ કરી હતી. પંજાબને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે તેમણે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પંજાબને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રી ભગવંત માને PPCBને રાજ્યના ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવા માટે તાત્કાલિક એક વિશાળ ઝુંબેશ શરૂ કરવા જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે ભઠ્ઠા માલિકોને પ્રદૂષણને સંપૂર્ણ રીતે દૂર કરવા નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X