પંજાબના નાણા પ્રધાને માન્યો GST કાઉન્સિલનો આભાર, કહી આ વાત
પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ શનિવારના રોજ પેન્સિલ શાર્પનર પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની રાજ્યની માંગણી સ્વીકારવા બદલ GST કાઉન્સિલનો આભાર માન્યો હતો.
પંજાબના નાણપ્રધાન મંત્રી હરપાલસિંહ ચીમાના શનિવારના રોજ પેન્સિલ શાર્પનર પર જીએસટીને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની પંજાબ સરકારની માંગને સ્વીકારવાને કારણે જીએસટી કાઉન્સિલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 49મી બેઠકમાં ભાગ લેતા સમયે હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને થોડી રાહત મળશે.

અત્રે નોંધનીય છે કે, હરપાલસિંહ ચીમાએ 17 ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા GST કાઉન્સિલની 48મી બેઠકમાં ભાગ લેતી વખતે પેન્સિલ શાર્પનર્સ પર GST વધારીને 12 ટકાના હાલના સ્લેબને બદલે 18 ટકા કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
પંજાબના નાણામંત્રીએ જૂન 2022 માટે GST વળતરની સમગ્ર બાકી ચૂકવણીને મંજૂર કરવાનો નિર્ણય લેવા બદલ GST કાઉન્સિલનો આભાર માન્યો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા નક્કર અને સતત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. આ નિર્ણયથી રાજ્યને જૂન 2022ના GST વળતર તરીકે 995 કરોડ રૂપિયા મેળવવામાં મદદ મળશે.
GST ટ્રિબ્યુનલના મુદ્દે નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાને બદલે દેશના સંઘીય માળખાને મજબૂત કરવા માટે આ સત્તા રાજ્યોને આપવી જોઈએ. ભારત એક મોટો દેશ છે અને દરેક રાજ્યને પોતાના પડકારો છે.
પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ટ્રિબ્યુનલ બનાવવાને બદલે, દરેક રાજ્યની પોતાની ટ્રિબ્યુનલ હોવી જોઈએ, જેથી કરીને GST સંબંધિત મુદ્દાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉકેલી શકાય. ટ્રિબ્યુનલ માટે રાજ્ય સભ્યની પસંદગી પણ રાજ્ય દ્વારા નક્કી થવી જોઈએ. રાજ્ય સરકાર તેની ટિપ્પણીઓ માટે GST કાયદામાં સુધારાના અંતિમ ડ્રાફ્ટનો અભ્યાસ કરશે.












Click it and Unblock the Notifications
