Punjab Government : ભગવંત માને યોજી કેબિનેટની મહત્વની બેઠક, ઘણા મોટા નિર્ણયોને મળી મંજૂરી
Punjab Government : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કેબિનેટ મંત્રીઓને મંગળવારની સવારે સિવિલ સચિવાલય પહોંચવાનો આદેશ આપ્યો હતો. પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન મંગળવારના રોજ સવારે 11 કાલેક તેમના તમામ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ સત્તાવાર રીતે કેબિનેટ બેઠક હતી.
કેબિનેટની આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, તે અંગે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કેબિનેટ બેઠક થોડી વહેલી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે એવું લાગી રહ્યું છે કે, આ બેઠકમાં કેટલાક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે.

અત્યાર સુધી પંજાબ સરકાર પાસે કેબિનેટની બેઠકમાં કામ કરવાનો એક જ એજન્ડા હતો, પરંતુ હવે અચાનક મળેલી બેઠકના કારણે સવારે 10 વાગ્યા સુધીમાં એજન્ડાની યાદી નક્કી કરવામાં આવી હતી, જે બાદ કેબિનેટની બેઠકમાં એજન્ડા અનુસાર નિર્ણયો લેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
