પંજાબ સરકારે 39 પ્રાઈવેટ બસોની પરમિટ રદ કરી, જાણો કેમ?
પંજાબ સરકારે 39 ખાનગી બસોના લાઇસન્સ રદ કરી દીધા છે. આ બસો રાજ્યમાં ગેરકાયદે ચાલી રહી હતી. જે બસોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાંથી 25 બસો એ કંપનીઓની છે જે અગાઉ બાદલ પરિવારની માલિકીની હતી.
પરિવહનમંત્રી લાલજીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે, વિભાગની માર્ગદર્શિકા અનુસાર, બસ પરમિટ માત્ર એક જ વાર લંબાવી શકાય છે, પરંતુ ખાનગી બસ ઓપરેટરોએ તેને ખોટી રીતે ત્રણ વખત લંબાવી છે. આ બસોની પરમીટ રદ કરવામાં આવી છે.

આમાંથી પંજાબના વિવિધ શહેરો વચ્ચે દોડતી 13 બસોની પરમિટ રદ કરવામાં આવી છે. આ બસો ડબવાલી ટ્રાન્સપોર્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડની છે. આ સિવાય 12 બસ ઓર્બિટ એવિએશન પ્રાઈવેટ લિમિટેડની છે.
7 બસો જુઝાર પેસેન્જર બસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની છે અને 2 બસ ન્યૂ ડીપ મોટર્સની છે. કેટલીક અન્ય કંપનીઓની 1-1 બસોની પરમિટ પણ રદ કરવામાં આવી છે.
આ સાથે પ્રાદેશિક પરિવહન અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ વાહનોની પરમિટ ફરીથી લાગુ કરવા ન વિચારે. આ પરમિટોને ટાઈમ ટેબલમાંથી દૂર કરવા સૂચના આપવામાં આવી છે.
પીઆરટીસી ફરિદકોટ, ભટિંડા, બરનાલા, બુધલાના જનરલ મેનેજરને સૂચના આપવામાં આવી છે કે જો આ બસો ફરી ફરતી જોવા મળે તો તેને તાત્કાલિક રોકવામાં આવે.
તેમણે કહ્યું કે, 1999ની સિવિલ રિટ પિટિશન નંબર 15786માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓને અનુરૂપ ક્લબ પરમિટ ધારકોના રૂટ એક્સ્ટેંશન એક કરતા વધુ વખત લંબાવવામાં આવ્યા હતા. તેને રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, પરમિટ ધારકોની રજૂઆત સાંભળ્યા બાદ પરમિટો રદ કરીને આ આદેશનો અમલ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
