પંજાબમાં શિક્ષણ વિભાગે ACR અંગે લીધો મોટો નિર્ણય
Punjab News: પંજાબ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ બંને માટે લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે એન્યુઅલ કૉન્ફિડેન્સિયલ રિપોર્ટને લઈને આ મોટો નિર્ણય લીધો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે એન્યુઅલ કૉન્ફિડેન્સિયલ રિપોર્ટ ઓનલાઈન ભરવાનો રહેશે. આ અંગે સ્પષ્ટતા આપતા શિક્ષણ મંત્રી હરજોત બેન્સે જણાવ્યું હતું કે માત્ર સ્ટાફના પ્રમોશનની કામગીરી જ નહીં પરંતુ અન્ય કામો પણ યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ થઈ શકે છે.

આ પ્રક્રિયાની મદદથી, રેકોર્ડ પણ સુરક્ષિત રહેશે અને ગાયબ થશે નહીં. શિક્ષણ મંત્રીએ કહ્યું કે હવે એન્યુઅલ કૉન્ફિડેન્સિયલ રિપોર્ટ માટે હાર્ડ કોપી જમા કરાવવાની કાર્યવાહી સ્વીકારવામાં આવશે નહીં. એન્યુઅલ કૉન્ફિડેન્સિયલ રિપોર્ટ IHRMS પોર્ટલ પર જ ભરવાનો રહેશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટે 49 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ એ સુનિશ્ચિત કરશે કે એન્યુઅલ કૉન્ફિડેન્સિયલ રિપોર્ટનું કામ યોગ્ય રીતે પૂર્ણ થયું છે.












Click it and Unblock the Notifications
