વરસાદથી ખરાબ થયેલ પાકના વળતરને લઈને એક્શનમાં પંજાબ સરકાર, બધા ધારાસભ્યોને આપ્યા આ આદેશ
મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તમામ ધારાસભ્યોને વરસાદના કારણે થયેલા નુકસાનના પાકના વળતર માટે વિશેષ આદેશ જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યુ છે કે તમામ ધારાસભ્યોએ ગામડાઓમાં જઈને ખેડૂતોને મળવુ અને અધિકારીઓએ પણ વહેલી તકે ગામડાઓમાં જઈને ગીરદાવરી રિપોર્ટ તૈયાર કરવો.

મુખ્યમંત્રીએ કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ છે, જેના માટે પંજાબ સરકારે ખાસ ગિરદાવરીનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ સરકાર આ મુશ્કેલ ઘડીમાં રાજ્યના ખેડૂતોની સાથે છે.
તેમણે કહ્યુ કે અધિકારીઓને પણ ગામડાઓમાં જઈને ટૂંક સમયમાં ગીરદાવરી રિપોર્ટ બનાવવા માટે કહેવામાં આવ્યુ છે અને ખેડૂતોને બૈસાખી સુધીમાં વળતર આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
