પૂર પીડિત ખેડૂતોને સહાયની રકમ સીધી ખાતામાં જમા કરવા પંજાબ સરકારનો આદેશ
પંજાબની ભગવંત માન સરકાર ખેતી અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દે હકારાત્મક અભિગમ દાખવીને ઘણી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે. આ ક્રમમાં હવે પંજાબ સરકારે પૂર પીડિત ખેડૂતોને સીધી ખાતામાં આપવા આદેશ આપ્યો છે.
પંજાબ સરકારે તરનતારન જિલ્લામાં પૂરને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને 24 કરોડ 80 લાખ રૂપિયાની રકમ જાહેર કરી છે. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર સંદીપ કુમારે મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને અસરગ્રસ્ત ખેડૂતોને વળતરની રકમ વહેલામાં વહેલી તકે જારી કરવા સૂચના આપી છે.

જણાલી દઈએ ખે, અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 2 કરોડથી વધુની રકમ ઓનલાઈન મોકલવામાં આવી ચુકી છે. ડીસીએ ગ્રૂપ એસડીએમ સહિતના મહેસૂલ અધિકારીઓને પૂર પ્રભાવિત ખેડૂતોને વળતરની રકમ ઝડપથી જારી કરવા આદેશ આપ્યો છે.
આ પૂરમાં તરતનતારન જિલ્લામાં 36 હજાર એકરથી વધુ જમીનને નુકશાન થવાનો અંદાજ છે. પંજાબ સરકારે સબ ડિવિઝન તરનતારન માટે 3 કરોડ 61 લાખ 96 હજાર 400 રૂપિયા, સબ ડિવિઝન પટ્ટી માટે રૂપિયા 13 કરોડ 2 લાખ 6 હજાર 400 રૂપિયા અને સબ ડિવિઝન ખડૂર સાહિબ માટે રૂપિયા 8 કરોડ 16 લાખની વળતરની રકમ જાહેર કરી છે.
આ વળતર અસરગ્રસ્ત ખેડૂતોને તેમના બેંક ખાતા દ્વારા આપવામાં આવશે. ડીસી સંદીપ કુમારે જણાવ્યું કે, પૂરના કારણે જેમના ઘરોને નુકસાન થયું છે તેવા 45 લાભાર્થીઓને વળતરની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. દસ પશુ શેડના લાભાર્થીઓને પણ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
