વધુ એક મોટી યોજના લાવવાની તૈયારીમાં પંજાબ સરકાર, જાણો શું છે બિલ લાવો, ઈનામ મેળવો યોજના?
પંજાબ સરકાર રાજ્યમાં એક પછી એક મોટી યોજનાઓ અમલમાં મુકી રહી છે. હવે આ ક્રમમાં પંજાબ સરકાર આવનારા દિવસોમાં વધુ એક મોટી યોજના અમલમાં મુકવાની તૈયારી કરી રહી છે. હવે પંજાબ સરકારે જીએસટી કલેક્શન પર ભાર મુકવાની તૈયારી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, પંજાબ સરકાર પંજાબના નાગરીકો માટે બિલ લાવો, ઇનામ મેળવો યોજના લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સમાચારોનું માનીએ તો પંજાબ સરકાર આવનારા સ્વાતંત્ર્ય દિવસથી એટલે કે 15 ઓગસ્ટથી આ યોજના અમલમાં મુકાઈ શકે છે.

પંજાબ સરકારની આ યોજનાનો હેતુ રાજ્યમાં વધુમાં વધુ GST કલેક્ટ કરવાનો છે. પંજાબ સરકાર આના માટે ઈનામ યોજના શરૂ કરીને લોકોને બિલ એકત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.
આ અંગે વાત કરતા નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ મુખ્યમંત્રીને જણાવ્યુ છે કે, પોર્ટલ તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ લોકોને તેના વિશે જાગૃત કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર તેના ક્રાતિંકારી પગલાઓ માટે જાણીતી છે. આ માટે સરકાર એક પછી એક મોટી યોજનાો અમલમાં લાવી રહી છે.












Click it and Unblock the Notifications
