પંજાબ સરકાર હાઈટેક એરક્રાફ્ટ ભાડે લેશે, ચાર્ટર સેવા તરીકે ઉપયોગમાં લેવાશે!
પંજાબ સરકાર હાઈટેક એરક્રાફ્ટ ભાડે લેવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી અનુસાર, આ એરક્રાફ્ટ "Hitech Dassault Falcon-2000 Aircraft" હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ચંદીગઢ : પંજાબ સરકાર હાઈટેક એરક્રાફ્ટ ભાડે લેવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી અનુસાર, આ એરક્રાફ્ટ "Hitech Dassault Falcon-2000 Aircraft" હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પંજાબ સરકાર ફ્રાંસમાં બનેલા હાઇટેક દસોલ્ટ ફાલ્કન-2000 એરક્રાફ્ટને ભાડે લેવાની તૈયારી કરી રહી છે.

મુખ્યમંત્રી ભગવંત માન હજુ પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. તેમના પહેલાના મુખ્યમંત્રીઓ પાસે પણ પ્લેન નહોતું. તેથી એવું માનવામાં આવે છે કે વીઆઈપી મુવમેન્ટ માટે ફ્રેન્ચ બનાવટના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા તેને ચાર્ટર સેવા તરીકે રાખવામાં આવશે.

જ્યારે ભગવંત માને સીએમ તરીકે શપથ લીધા ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે, પંજાબ સરકાર પાસે હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ કરે છે. આ જ હેલિકોપ્ટરનો ઉપયોગ હરિયાણાના મુખ્યમંત્રી પણ કરે છે.
જો કે હવે સરકાર દસોલ્ટ ફાલ્કન-2000 એરક્રાફ્ટ ભાડે લેવા જઈ રહી છે. આ ચાર્ટર પ્લેન શહીદ ભગત સિંહ ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
