પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા
નવી દિલ્હી, 29 ઑગસ્ટ : ઉત્તર ભારતના કેટલાંક ભાગોમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જોકે આ ભૂકંપથી કોઇપણ જાનમાલના નુકસાનના સમાચાર નથી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.7 માપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અને પંજાબના કેટલાંક ભાગોમાં ગુરુવારે બપોરે લગભગ 3.44 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જોકે સંયોગથી આ ભૂકંપના ઝટકા હળવા હતા, જેના કારણે કોઇ નુકસાન થવા પામ્યું નથી. ભૂકંપ પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને તેના કબ્જાવાળા કાશ્મીરમાં નોંધવામાં આવ્યું છે.

પંજાબ, હરિયાણા સહિત હિમાચલ પ્રદેશના મંડી, કુલ્લુ, બિલાસપુર અને ઉનામાંથી ભૂકંપના સમાચાર આવ્યા. પંજાબના કેન્દ્રસાશિત પ્રદેશ ચંદીગઢ સહીતના આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.












Click it and Unblock the Notifications
