પંજાબમાં ભ્રષ્ટાચાર સામે વિજિલન્સની મોટી કાર્યવાહી, લાંચ લેવાના આરોપમાં જેઈની ધરપકડ
પંજાબમાં માન સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહીના ભાગરુપે વિજિલન્સે લાંચ લેવાના આરોપમાં એક જેઈની ધરપકડ કરી છે.
પંજાબ સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે, એક જે.ઈ.ની 20,000ની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર કુટી ગામના રહેવાસી દલીપ સિંહ પુત્ર મહાણા સિંહે આરોપ લગાવ્યો કે જે.ઈ. બક્ષીશ સિંહે મોથાનવાલા ગામમાં તેની એક મિલ પર ટ્રાન્સફોર્મર લગાવવા માટે તેમની પાસેથી લાંચ તરીકે રૂ. 20,000 લીધા હતા. ફરિયાદી દ્વારા વિજીલન્સ જે.ઇ. બક્ષીશસિંહનુ રેકોર્ડીંગ અને અન્ય પુરાવાઓ રજૂ કરતાં વિજીલન્સ ટીમ જે.ઇ. બક્ષીશ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ અગાઉ પણ પંજાબના નાંગલ, રૂપનગરમાં સોમવારે સવારે કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સે એસડીએમ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમને ઑફિસમાં તૈનાત ઘણા કર્મચારીઓ ફરજ પરથી ગેરહાજર જણાયા હતા. તેમજ ઘણા કર્મચારીઓ સમયસર ફરજ પર પહોંચ્યા ન હતા. મંત્રી બેન્સે ગેરહાજર જણાતા તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.
મંત્રી બેન્સે એસડીએમ ઓફિસના રેકોર્ડની પણ ચકાસણી કરી હતી. આ સાથે કર્મચારીઓના ઓફિસે પહોંચવાનો સમય અને પરત ફરવાના સમય વિશે પણ માહિતી લેવામાં આવી હતી. તેમજ તમામ કર્મચારીઓને ભવિષ્ય માટે તકેદારી અને પ્રમાણિકતા સાથે કામ કરવા ચેતવણી આપી હતી. મંત્રીએ ચેતવણી આપી છે કે આગામી તપાસ દરમિયાન કોઈ નમ્રતા ન દાખવશો.












Click it and Unblock the Notifications
