For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bhagwant Mann: જાણો કેટલા ભણેલા છે પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન

Bhagwant Mann: જાણો કેટલા ભણેલા છે પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન

|
Google Oneindia Gujarati News

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના રિઝલ્ટ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં પ્રચંડ બહુમતી જોવા મળી રહી છે. પંજાબની 117 વિધાનસભા સીટમાંથી 91 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. કોંગ્રેસે 17 સીટથી જ સંતોષ માનવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત નક્કી થતાં જ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માન ચર્ચાઓમાં આવી ગયા છે. ધુરી સીટથી આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન 50 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સૌકોઈ ભગવંત માન વિશે જાણવા માંગે છે, તો આવો જાણીએ રાજનીતિમાં આવતા પહેલાં ભગવંત માન શું કરતા હતા, તેઓ કેટલું ભણેલા છે અને તેમની શરૂઆતી જિંદગી કેવી હતી...

જાણો, પંજાબના આગામી નવા મુખ્યમંત્રી ભગવંત માન કોણ છે?

જાણો, પંજાબના આગામી નવા મુખ્યમંત્રી ભગવંત માન કોણ છે?

આમ આદમી પાર્ટીના ભગવંત માને લોકપ્રિય કૉમેડિયનથી લઈ પંજાબમાં રાજનૈતિક પદ પર બિરાજમાન થવા સુધી, રાજનીતિમાં લાંબી સફર ખેડી છે. 48 વર્ષીય ભગવંત માન પંજાબના તાત્કાલિન સાંસદ પણ છે. તેઓ મે 2014માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર પંજાબની લોકસભા સીટ સંગરુરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા.

રાજનીતિમાં આવતા પહેલાં ભગવંત માન પંજાબના મશહૂર કૉમેડિયન અને અભિનેતા હતા. દેશના મશહૂર કૉમેડિયન કપિલ શર્મા સાથે ધી ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામનો એક લોકપ્રિય ટેલિવિઝન કૉમેડી પ્રતિયોગિતામાં ભગવંત માન જોવા મળ્યા હતા.

જાણો કેટલા ભણેલા છે ભગવંત માન

જાણો કેટલા ભણેલા છે ભગવંત માન

ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. ભગવંત માનના પિતાનું નામ મોહિંદર સિંહ છે અને તેમની માતાનું નામ હરપાલ કૌર છે. ભગવંત માન પંજાબના જાટ સિખ પરિવારથી છે. ભગવંત માને શહીદ ઉધમ સિંહ ગવર્નમેંટ કોલેજ, સુનામથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. ભગવંત માને સ્નાતકમાં બીકૉમ કર્યું છે. જો કે ચૂંટણી સોગંધનામામાં ભગવંત માને જાણકારી આપી છે કે તેઓ 12 પાસ છે. જેમણે ચૂંટણી એફીડેવીટમાં જણાવ્યું કે વર્ષ 1992માં શહીદ ઉધમ સિંહ ગવર્નમેંટ કોલમાં બીકો કરવા માટે તેમણે એડમિશન તો લીધું હતું પરંતુ અભ્યાસ પૂરો નહોતા કરી શક્યા.

ભગવંત માનના પરિવાર વિશે જાણો

ભગવંત માનના પરિવાર વિશે જાણો

ભગવંત માને ઈન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં હતાં. દંપતિને બે સંતાન છે. પરંતુ ભગવંત માન અને ઈંદ્રપ્રીત કૌરના લગ્ન લાંબા સમય ના ટકી શક્યાં અને 2015માં તે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પછી ભગવંત માને બીજાં લગ્ન નથી કર્યાં.

English summary
Punjab New CM Bhagwant Maan: Educational qualification, early life, career
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X