Punjab News : 659 મોહલ્લા ક્લિનિક્સ અને 40 હોસ્પિટલને અપગ્રેડ કરાયા

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબની ભગવંત માન સરકાર તેના લોકોના હિતમાં એક પછી એક મોટા નિર્ણયો લેતી રહે છે. પંજાબના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે ભગવંત માન સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યની જનતાને મોટી ભેટ આપતાં તેમણે જણાવ્યું હતું કે, 76 નવા મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે.

Punjab News

આ અગાઉ પંજાબમાં 583 મોહલ્લા ક્લિનિક્સ કાર્યરત છે, પરંતુ ભગવંત માન સરકાર વધુ 76 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે.

લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે, તે માટે પંજાબ સરકારે મોહલ્લા ક્લિનિક્સની સંખ્યામાં વધારો કર્યો છે. 14 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભગવંત માન આ મોહલ્લા ક્લિનિક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભગવંત માન સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે બિલકુલ સમાધાન કરતી નથી. 76 નવા મોહલ્લા ક્લિનિક્સ સાથે, રાજ્યમાં મોહલ્લા ક્લિનિક્સની કુલ સંખ્યા વધીને 659 થઈ ગઇ છે. આ સાથે 40 સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવામાં આવી છે. આ સાથે સ્વસ્થ પંજાબ અને રંગલા પંજાબનું સપનું સાકાર થઈ રહ્યું છે.

આવા સમયે, આ પહેલા ભગવંત માન સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે એક મોટું પગલું ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ઘાયલોમાંથી કોઈનું મૃત્યુ થશે નહીં. ભગવંત માન સરકાર આ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સરકાર શિક્ષણથી લઈને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું કામ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X