Punjab News : AAP સરકારે ચાર માસમાં 29 હજાર યુવાનોને નોકરી આપીને બનાવ્યો રેકોર્ડ - CM ભગવંત માન
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકારે તેના કાર્યકાળના એક ક્વાર્ટરમાં 29,000 યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. આ સિવાય 48 હજાર કરોડ રૂપિયાનું રોકાણ નિશ્ચિત કર્યું છે, જેના કારણે બે લાખ 70 હજારથી વધુ યુવાનોને રોજગાર મળશે.

રાજ્ય સરકારની યુવાનોને રોજગાર સંબંધિત સિદ્ધિઓ ગણાવતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકારે 1.25 વર્ષમાં 29 હજારથી વધુ સરકારી નોકરીઓ આપી છે. આ સાથે જ જણાવ્યું હતું કે, સરકારના પ્રથમ એક અને ક્વાર્ટર વર્ષમાં આ નોકરીઓ આપવાનો રેકોર્ડ સર્જાયો છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી.
આ સિવાય છેલ્લા દોઢ વર્ષમાં ખાનગી ક્ષેત્રોમાં લગભગ 48 હજાર કરોડ રૂપિયાના રોકાણની પુષ્ટિ થઈ છે, જેનાથી 2 લાખ 70 હજારથી વધુ યુવાનોને રોજગાર મળશે. આ માટે પંજાબમાં ઉદ્યોગમાં રોકાણ કરનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
