Punjab News : તમામ હોસ્પિટલમાં બનશે ફેસિલિટી સેન્ટર, પંજાબના આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહે આજે એટલે કે શનિવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે પંજાબના લોકોને સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી હતી કે, પંજાબની તમામ હોસ્પિટલોમાં પેશન્ટ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે.

બલબીર સિંહે જણાવ્યું હતું કે, પંજાબ આ કેન્દ્રનું નિર્માણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. તમામ ઓપરેશન સેન્ટરને મોડ્યુલર બનાવવામાં આવશે. તમામ વોર્ડ એસીથી સજ્જ હશે.
સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહની આ જાહેરાત બાદ લોકોને મોટી રાહત મળશે. જ્યાં સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ મોંઘી થઈ રહી છે, ત્યાં પંજાબ સરકારે સરકારી હોસ્પિટલોની કાયાપલટ કરી દીધી છે. લોકોને મફત અને સારી આરોગ્ય સેવાઓ મળે, તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે.
ઓપરેશન સેન્ટર મોડ્યુલર બનતા અને વોર્ડમાં એસી લગાવવામાં આવતા દર્દીઓને મોટી રાહત મળશે. તેમના માટે સારવાર મેળવવી ઘણી સરળ બનશે. સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહે પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી.
આ પહેલા સ્વાસ્થ્ય મંત્રીએ કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરીની ધરપકડ પર મોટું નિવેદન આપ્યું હતું. બલબીર સિંહે જણાવ્યું હતું કે, કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય. SITના તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે.
પોલીસે જે પણ કર્યું તે કાયદા મુજબ જ કર્યું છે. બલબીર સિંહે કહ્યું કે, ભગવંત માન સરકારની પ્રાથમિકતા ડ્રગ મુક્ત પંજાબ છે. તેથી તે કોઈપણ હોય અને કોઈપણ પક્ષના સભ્ય હોય, કાયદો દરેક માટે સમાન રહેશે, કોઈને બક્ષવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
