Punjab News : ભગવંત માને 15 હજાર લોકો સાથે જલંધરમાં યોગશાળા શરૂ કરી, કહ્યું - યોગને જીવનનો હિસ્સો બનાવો
Punjab News : જ્યારથી પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના એક દિવસ પહેલા મંગળવારના રોજ જલંધરમાં સીએમ કી યોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે જલંધરના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં લગભગ 15,000 લોકોએ યોગ કર્યા હતા. આ દરમિયાન AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ઘણા મંત્રીઓ પણ હાજર હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સીએમ કી યોગશાળામાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓએ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જોઈએ, જો તેઓ સ્વસ્થ રહેશે, તો તેઓ હકારાત્મક રહેશે. મારો ઉદ્દેશ્ય એ છે કે, મારું પંજાબ સ્વસ્થ રહે.
આ સાથે સીએમ કી યોગશાળાને લઈને ભગવંત માને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પણ તેની શરૂઆત કરી હતી, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે તેને બંધ કરાવી દીધી હતી. પીળી પાઘડી અને યોગા ટી-શર્ટમાં સજ્જ માને જણાવ્યું હતું કે, યોગ કાર્યક્રમમાં ભાગ લેવાથી તેમને ઉર્જા અને શક્તિ મળી હતી.
યોગને સ્ટ્રેસ માટે રામબાણ ગણાવતા ભગવંત માને જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે, આપણું પંજાબ સ્વસ્થ રહે, લોકો પોઝિટિવ એનર્જી સાથે પોતાનું કામ કરે, સવારે વહેલા યોગ કરવાથી આખો દિવસ એનર્જી ભરપૂર રહે છે. તેથી યોગને તમારા જીવનનો ભાગ બનાવો.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જો તમારા વિસ્તારના 25 લોકો એકસાથે યોગ કરવા માંગતા હોય, તો સરકારને 7669400500 પર મિસ્ડ કોલ કરો, તમને યોગ ટ્રેનર મફતમાં મળશે.
અત્રે નોંધનીય બાબત છે કે, મુખ્યમંત્રી માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે 6 એપ્રિલના રોજ પટિયાલામાં CM કી યોગશાળા અભિયાનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત શહેરના રહેવાસીઓને યોગ અને ધ્યાનની સુવિધા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
