Punjab News : શાળાઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ સ્થાપિત કરાશે, માન સરકારે આપ્યા આદેશ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા પંજાબની તમામ સરકારી શાળાઓમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ (BAS) દ્વારા હાજરી ચિહ્નિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે તમામ શાળાઓને પત્ર પાઠવી સૂચનાઓ આપવામાં આવી છે.

Punjab News

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, બાયોમેટ્રિક હાજરી માટે તમામ શાળાઓમાં બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મશીનોને 31મી ઓગસ્ટ સુધીમાં ચેક કરીને કાર્યરત કરી દેવા જોઈએ.

આ સાથે જો કોઈ શાળાને આ મશીન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય, તો સંબંધિત કચેરીના ડેટા એન્ટ્રી ઓપરેટરનો સંપર્ક કરીને મશીન ઓપરેટ કરવાનું રહેશે. આ સાથે દર મહિનાના અંતે બાયોમેટ્રિક હાજરી રિપોર્ટની પ્રિન્ટ આઉટ કરીને બ્લોક એજ્યુકેશન ઓફિસરને મોકલવાની સૂચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X