Punjab News : કેન્દ્ર સરકારે સ્વીકાર્યું CM માનનું સૂચન, દરેક ડ્રોનનું થશે રજિસ્ટ્રેશન થશે
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર સુરક્ષા ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે. સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં પણ સફળ રહી છે.
પંજાબમાં સરહદ પારથી આવતા ડ્રોનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને હવે દરેક ડ્રોનની નોંધણી કરવામાં આવશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, તેમણે આ સૂચન કેન્દ્ર સરકારને મોકલ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે. જે મુજબ હવે રાજ્યના દરેક ડ્રોનનું રજિસ્ટ્રેશન થશે. જેના કારણે ડ્રોન ક્યાંનું છે, તે જાણી શકાશે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહને મળતા રહે છે અને ડ્રોનની સમસ્યા ખૂબ જ ગંભીર છે. કારણ કે, ડ્રગ્સ, હથિયારો અને હવે પૈસા ડ્રોન દ્વારા આવવા લાગ્યા છે. પંજાબ પોલીસ તેનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.












Click it and Unblock the Notifications
