Punjab News : મંડી બોર્ડના અધિકારીઓ સાથે CM માને યોજી બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર કૃષિ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પંજાબ મંડી બોર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે CM માને ગામડાઓના લીંક રોડના સમારકામ અંગે ચર્ચા કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયમાં CM માનની આ બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રીએ ગામડાઓમાં રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી. ભગવંત માને વિશેષ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચાને લઈને મુખ્યમંત્રી ભગવંત માને એક ટ્વિટ પણ શેર કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આજે પંજાબ મંડી બોર્ડના અધિકારીઓ સાથે બેઠક થઈ અને ગામડાઓના લિંક રોડના રિપેરિંગના કામ પર વિગતવાર ચર્ચા થઈ. અમે નવા ગામડાના રસ્તાઓને 3 ભાગમાં વહેંચીને રિપેર કરી રહ્યા છીએ. મિત્રો નવી કેમેરા ટેક્નોલોજીની મદદથી સચોટ સર્વે કરીને લોકોના પૈસા પણ બચાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
