Punjab News : ગવર્નર અને CM માન ફરી આમનેસામને, વિધાનસભા સત્ર અંગે લખી ચિઠ્ઠી
Punjab News : 19 અને 20 જૂનના રોજ બોલાવવામાં આવેલા ગવર્નરનું નિવેદન સામે આવ્યું છે. ગવર્નરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર નિશઆન સાધતા જણાવ્યું હતું કે, 19 અને 20 જૂનના રોજ પંજાબ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. તે કાયદા અનુસાર નહોતું.
ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકાર દ્વારા 19 અને 20 જૂનના રોજ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં 4 બિલને મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યપાલે આ જ સત્ર પર સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું હતું કે, પંજાબ સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભા સત્ર કાયદા હેઠળ નથી અને તે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

રાજ્યપાલનું કહેવું છે કે, આ સત્રમાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ સત્ર હેઠળ પસાર કરવામાં આવેલા બિલો પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને પંજાબ સરકાર વચ્ચે ઘર્ષણ ચાલુ છે. આવા સમયે, રાજ્યપાલે પંજાબ સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભા સત્ર પર ઘણા મોટા પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ સત્રને ગેરબંધારણીય ગણાવ્યું છે.












Click it and Unblock the Notifications
