Punjab News : CM માનને કર્યો ઓફિસ સમયમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય સ્તરે પર થઇ પ્રશંસા
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા રાજ્ય સરકારની ઓફિસનો સમય બદલવામાં આવ્યો છે. ભગવંત માનના આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, યુએઇ સ્થિત ગલ્ફ ન્યુઝ દ્વારા આ પગલાના વખાણ કરતા સમગ્ર ભારતમાં આ નિર્યણ લાગુ કરવામાં આવે તે વાતને સમર્થન પણ આપ્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ગલ્ફ ન્યૂઝ દ્વારા આ લોકલક્ષી પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા આ પગલાની પ્રશંસાએ તેમને વધુ નમ્રતાપૂર્વક અને જવાબદારીપૂર્વક લોકોની સેવા કરવાની ભાવનાથી ભરી દીધી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, તે રાજ્યના કલ્યાણ અને લોકોની સુખાકારી માટે કોઈપણ નિર્ણય લેવા માટે પંજાબ સરકારના વલણની પણ સાક્ષી આપે છે.
તે દિવસ દૂર નથી, જ્યારે પંજાબ દેશનું નેતૃત્વ કરશે - મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તે દિવસ દૂર નથી, જ્યારે પંજાબ દેશનું નેતૃત્વ કરશે અને લોક કલ્યાણનો માર્ગ બતાવશે. તેમણે જણાવ્યું હતું કે, આ સમયની જરૂરિયાત છે કે, આપણે બધાએ સાથે મળીને દેશની સામાજિક-આર્થિક પ્રગતિ માટે યોગદાન આપવું જોઈએ.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો એ વાતનો પુરાવો છે કે, આજે પંજાબ જનહિત સંબંધિત બાબતોમાં દેશમાં અગ્રેસર છે. ઉલ્લેખનીય છે કે, ગલ્ફ ન્યૂઝએ તેની તાજેતરના અહેવાલમાં મુખ્યમંત્રીની આ ઉમદા પહેલની પ્રશંસા કરી છે.
આ અગ્રણી પેપરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે સવારે 7.30 થી બપોરના 2 કલાકે સુધી ઓફિસનો સમય બદલવાના ભગવંત માનના નિર્ણયને અપનાવવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની પંજાબ સરકારે ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે અને આ પહેલને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને જનહિત માટે દેશભરમાં અપનાવવો જોઈએ.
દરરોજ 350 મેગાવોટ વીજળી બચાવી રહી છે પંજાબ સરકાર - ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે તાજેતરમાં જ જનહિતને ધ્યાનમાં રાખીને ઓફિસનો સમય સવારે 9.00 થી સાંજના 5.00 થી સવારે 7.30 થી બપોરે 2.00 વાગ્યા સુધી બદલ્યો છે. મોટા પ્રમાણમાં લોકોને સુવિધા આપવા ઉપરાંત, રાજ્ય સરકાર આ પગલા દ્વારા દૈનિક 350 મેગાવોટ વીજળીની બચત કરી રહી છે. આ પ્રકારની પ્રથમ પહેલથી શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે અને લગભગ 50 કરોડ રૂપિયાની બચત થશે.












Click it and Unblock the Notifications
